સાર્વજનિક યુનિવર્સિટીના એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા.16 એપ્રિલ 2026ના રોજ સવારે 10:00 વાગ્યે SU સેમિનાર હોલ, અથવાલાઇન્સ, સુરત ખાતે “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં અંતિમ વર્ષના ગ્રેજ્યુએટ (સેમેસ્ટર-૬) વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. […]