Blog Post

પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં આયુર્વેદિક પંચકર્મ દર્દીઓને તેમના હૃદયની સારસંભાળની સફરમાં મદદ કરે છે

હૃદયના સ્વાસ્થ્યની સફર કોઈ પ્રક્રિયા કે પ્રીસ્ક્રિપ્શનની સાથે પૂર્ણ થતી નથી. અનેક દર્દીઓ માટે સતત સારસંભાળ, જીવનશૈલીમાં પરિવર્તન અને દરેક દર્દીની જરૂરિયાતના હિસાબે સારવારની રીતો, તેમના સ્વાસ્થ્યની સાથે શ્રેષ્ઠ જીવન જીવવાનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. પારુલ આયુર્વેદ હોસ્પિટલનું માધવબાગ યુનિટ આયુર્વેદિક સારસંભાળ અને દરેક દર્દી માટે ખાસ સારવારનો પ્લાન આપે છે. તેમાં પંચકર્મ, આયુર્વેદિક દવાઓ, ઉચિત આહાર, યોગ, કસરત અને અન્ય સહાયક સારવારોની  સાથે મેડિકલ ફોલો-અપ પણ શામેલ છે.

માધવબાગ યુનિટનું નેતૃત્વ ડૉ. જૈમિની રાઠોડ અને ડૉ. નિશાંત એન. પટેલ કરે છે, જેઓ દર્દીઓને તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતો અનુસાર વ્યવસ્થિત આયુર્વેદિક સારવાર આપે છે. જે દર્દીઓએ આ સારવાર કરાવી છે, તેમના અનુભવો જણાવે છે કે, વ્યવસ્થિત આયુર્વેદિક સારવાર તેમના સ્વાસ્થ્યની સફરમાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

જાન્યુઆરી, 2025માં એન્જિયોપ્લાસ્ટી પછી પણ સોમાભાઈ વસાવાને હરવાફરવામાં દુઃખાવો અને ભાર લાગતો હતો, ખાસ કરીને 500થી 700 મીટર ચાલ્યા પછી તેમણે શ્વાસ ફૂલાઈ જવાની હળવી ફરિયાદ રહેતી હતી, જેથી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમનું LVEF લગભગ 45 ટકા હતું. સારવાર અને નિયમિત ફોલો-અપથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો હતો અને તેમને હરવાફરવામાં સરળતા થઈ હતી. પછી 2D ઇકો ટેસ્ટમાં LVEF લગભગ 50થી 55 ટકા મળ્યો હતો. તેમણે કહ્યું હતું, “મારો દુઃખાવો, ભારેપણું અને શ્વાસ ફૂલાઈ જવાની સમસ્યા બહુ ઓછી થઈ ગઈ છે. હું વધારે આરામ સાથે હરીફરી શકું છું.”

બીજા એક દર્દીને ફેબ્રુઆરી, 2025માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એન્જિયોગ્રાફીમાં તેમની ત્રણ કોરોનરી આર્ટરી (રક્તવાહિનીઓ)માં મોટું બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું. નરેન્દ્રભાઈ પરમારે પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર મેળવવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતના દિવસોમાં તેમને શ્વાસ ફૂલાવવાની અને છાતીમાં ભાર મહેસૂસ થતો હતો, જેની અસર તેમના રોજિંદા કાર્યો પર થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત સારવાર અને ફોલો-અપથી તેમને બહુ સારું થયું છે. તેમણે ઉમેર્યું હતું, “હવે મને શ્વાસ ફૂલાવવાની અને છાતીમાં ભારમાં ઘણી રાહત મળી છે. હું અગાઉની સરખામણીમાં વધારે આરામ સાથે રોજિંદા કામ કરી શકું છું.”

64 વર્ષીય રમેશ ગંદવાની માટે બાયપાસ સર્જરી પછી સતત શ્વાસ ફૂલાઈ જવાની સમસ્યાને કારણે લગભગ એક વર્ષ સુધી ખેતીવાડીનું કામ મુશ્કેલ થઈ ગયું હતું. મે, 2026માં આઠ દિવસ સુધી હોસ્પિટલમાં ભરતી દરમિયાન તેમને પંચકર્મની સાથે નિર્ધારિત આહાર, યોગ અને અન્ય સારવાર આપવામાં આવી હતી તથા હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી. પછી તેમની શારીરિક ક્ષમતામાં વધારો થયો હતો અને તેમને ખેતીવાડીનું કામ ફરી શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું, “હવે હું ફરી ખેતીવાડી

કરી શકું છું, જેની મને સૌથી વધુ ખુશી છે.”

સુનિલભાઈ શ્રીમાળીને માર્ચ, 2025માં હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમને બાયપાસ ગ્રાફ્ટિંગની સલાહ આપવામાં આવી હતી, પરંતુ પછી તેમની સારવાર આયુર્વેદિક રીતે થઈ હતી. તેમને આયુર્વેદિક દવાઓ આપવામાં આવી હતી, નિર્ધારિત ભોજન આપવામાં આવતું હતું, યોગ અને કસરત પણ કરાવવામાં આવતી હતી. 8 મહિનાની સારવાર પછી તેમણે કહ્યું હતું કે, તેઓ હવે સારું અનુભવી રહ્યાં છે અને તેમનો લેટેસ્ટ 2D ઇકો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. ડૉક્ટર અને સ્ટાફનો આભાર માનીને તેમણે કહ્યું હતું, “હું પારુલ આયુર્વેદ હોસ્પિટલના તમામ ડૉક્ટર અને સંપૂર્ણ ટીમની તેમની સારસંભાળ, તેમના માર્ગદર્શન અને સાથસહકાર માટે આભાર માનું છું.”

હૃદય સાથે સંબંધિત વિવિધ બીમારીઓની સાથે સાથે ડાયાબીટિસ અને અસ્થમાની બીમારી પણ 60 વર્ષીય ચંચળબેન જૈન માટે સ્વાસ્થ્ય અને જીવનશૈલી સાથે સંબંધિત પડકારરૂપ હતી. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી, પગમાં સોજા રહેતા હતા અને રોજિંદા કામોમાં પણ સમસ્યા આવતી હતી. તેમનું હૃદય લગભગ 30 ટકા જ પમ્પ કરી શકે છે એવું જણાવવામાં આવ્યું હતું. પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં તેમની સારવારમાં મસાજ, સ્ટીમ થેરેપી, એનિમા થેરેપી, યોગ અને કસરતની સાથે ડૉક્ટરોની સલાહ પર અન્ય સારવારો પણ શામેલ હતી. પછી તેમણે જણાવ્યું હતું કે, હવે તેઓ વધારે સારી રીતે શ્વાસ લઈ શકે છે, સોજા ઘટી ગયા છે અને રોજિંદા કાર્યોમાં વધારે સરળતા ઊભી થઈ છે. તેમણે કહ્યું હતું, “મને જે સારવાર મળી, મારી જે રીતે  સારસંભાળ રાખવામાં આવી છે એનાથી હું બહુ ખુશ છું.”

અસ્થમા, ડાયાબીટિસ અને કિડની સાથે સંબંધિત બીમારીઓનો સામનો કરતા રમેશભાઈ વસાવાને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હતી, જેથી તેમનું હરવાફરવાનું બહુ મર્યાદિત થઈ ગયું હતું. તેઓ આરામથી 100 મીટર પણ ચાલી શકતા નહોતા. તેમને લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા તથા પછી તેમને વધુ સાત દિવસ પંચકર્મ અને અન્ય આયુર્વેદિક સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. સારવાર પછી તેમને પોતાના લક્ષણો અને રોજિંદા કાર્યોમાં ઘણો સુધારો જણાયો છે અને દક્ષિણ આફ્રિકાથી દવાઓ અને ઓનલાઇન કન્સલ્ટેશન લેવાનું ચાલુ રાખ્યું છે. સારવાર પૂર્ણ થયા પછી તેમનાં લક્ષણો અને રોજિંદા કામમાં ઘણો સુધારો થયો છે તથા તેઓ દક્ષિણ આફ્રિકાથી દવા અને ઓનલાઇન સલાહ પણ મેળવે છે. તેમણે ટીમની પ્રશંસા કરીને કહ્યું હતું, “હું પારુલ આયુર્વેદ હોસ્પિટલના તમામ ડૉક્ટર અને સંપૂર્ણ ટીમની સતત સારસંભાળ, માર્ગદર્શન અને સહયોગ માટે તેમનો આભારી છું.”

આ અભિગમ વિશે પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ (મેડિકલ અને પેરામેડિકલ હેલ્થ સાયન્સિસ) અને મેડિકલ ડિરેક્ટર ડૉ. કોમલ પટેલે કહ્યું હતું, “હૃદયને સ્વસ્થ રાખવા સતત સારસંભાળ, નિયમિત ફોલો-અપ અને દરેક દર્દીની જરૂરિયાત મુજબ સારવારની જરૂર હોય છે. પારુલ આયુર્વેદ હોસ્પિટલમાં અમે એક વ્યવસ્થિત સારસંભાળની યોજનામાં વિશ્વાસ કરીએ છીએ, જેમાં દરેક દર્દીની જરૂરિયાતોને આધારે ઉચિત આયુર્વેદિક સારવાર, પંચકર્મ, ખાણીપાણીની સલાહ, યોગ અને જીવનશૈલીમાં પરિવર્તન શામેલ હોય ચે. અમારા દર્દીઓના અનુભવો સારવારમાં સતત સારસંભાળ અને નજર રાખવાના મહત્વને બહાર લાવે છે.”

પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં પંચકર્મનો સમન્વય આયુર્વેદિક દવાઓ, થેરેપી હસ્તક્ષેપો, આહાર, યોગ અને ભલામણ કરેલી વ્યક્તિગત સારવારની વ્યવસ્થામાં સતત ફોલો-અપ સાથે કરવામાં આવે છે. આ બૃહદ વ્યૂહરચના દર્દીઓની કાર્ડિયાક કેરની સફરમાં તેમની મદદ કરે છે અને તેમને હોસ્પિટલમાં સારવારના સમયગાળા પછી પણ સતત સપોર્ટ અને તેમના આરોગ્ય પર નજર રાખે છે.