વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા સાથે “માતૃત્વ ઉત્સવ”યોજાયો
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃત્વના પ્રેમ, ત્યાગ, શક્તિ અને સ્નેહને માન આપવા માટે “માતૃત્વ ઉત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે માતાઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ ભાવના, આનંદ અને લાગણીથી છલકાઈ ઉઠ્યું હતું. જ્યારે તમામ માતાઓ અને દાદીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે શાળાનું પરિસર સ્મિત અને ઉત્સાહથી જીવંત બની ગયું […]