Blog Post

૨૫ વર્ષના વિશ્વાસની સફર સાથે સંજીવની હોસ્પિટલ & આઇસીસીયુ સેન્ટર ભટાર માં નવા સર્જિકલ યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે – સંજીવની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ

NABH એક્રેડિટેડ હોસ્પિટલમાં અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, સુસજ્જ ICU અને ૨૪ કલાક ઇમરજન્સી સેવા સહિત આધુનિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સુરત, ૨૫ ઑક્ટોબર, ૨૦૨૬: સુરતના ભટાર રોડ વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ અને આઈ.સી.સી.યુ. સેન્ટર દ્વારા આરોગ્યસેવાના ક્ષેત્રમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે નવા સર્જિકલ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન શ્રી સી આર પાટીલ સાહેબ માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ભારત સરકાર ના હસ્તે કરવામાં આવ્યું છે, ; આ પ્રસંગે હોસ્પિટલની રજત જયંતિની ઉજવણી તથા NABH એક્રેડિટેશનની સિદ્ધિને પણ ઉજવવામાં આવી હતી.

છેલ્લાં ૨૫ વર્ષથી દર્દીઓના વિશ્વાસ, સેવા અને સમર્પણ સાથે કાર્યરત સંજીવની હોસ્પિટલ હવે આધુનિક સર્જિકલ સુવિધાઓ સાથે આરોગ્યસેવાનું નવું સોપાન શરૂ કરી રહી છે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ સુરત અને આસપાસના વિસ્તારોના દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર, નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને આધુનિક આરોગ્યસુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.

અત્યાધુનિક સર્જિકલ યુનિટ અને આધુનિક સુવિધાઓ

હોસ્પિટલના નવા સર્જિકલ યુનિટમાં અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, સુસજ્જ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU), ૨૪ કલાક ઇમરજન્સી સેવા સુવિધા ઉપલબ્ધ છે. દર્દીઓની જરૂરિયાત અનુસાર જનરલ વોર્ડ, સેમી-સ્પેશિયલ રૂમ અને સ્પેશિયલ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ સુવિધાઓના માધ્યમથી દર્દીઓને એક જ સ્થળે નિદાન, નિષ્ણાત પરામર્શ, સર્જરી અને જરૂરિયાત મુજબ સઘન સારવારની સુવિધા પૂરી કરવામાં આવશે.

વિવિધ પ્રકારની સર્જરી અને વિશેષ સારવાર

નવા સર્જિકલ યુનિટમાં નીચે મુજબની સર્જિકલ અને વિશેષ આરોગ્યસેવાઓ ઉપલબ્ધ રહેશે:

* લેપ્રોસ્કોપિક સર્જરી
* ઓર્થોપેડિક સર્જરી
* એપેન્ડિક્સની સર્જરી (એપેન્ડેક્ટોમી)
* પિત્તાશયની સર્જરી (કોલેસિસ્ટેક્ટોમી)
* હર્નિયા રિપેર
* ગેસ્ટ્રો સર્જરી
* પ્લાસ્ટિક સર્જરી
* ઓન્કોસર્જરી (કેન્સર સંબંધિત શસ્ત્રક્રિયા)
* યુરો સર્જરી
* ડાયાબિટિક ફૂટ ક્લિનિક
* ઝેરની અસર માટે સારવાર કેન્દ્ર (પોઇઝનિંગ ટ્રીટમેન્ટ સેન્ટર)
* બ્લડ પ્રેશર
* ફેફસા ટીબી દમ
* એલર્જી
* ડાયાબિટીસ
* થાઇરોઇડ
* સંપૂર્ણ હેલ્થ ચેક-અપ પેકેજ

આ ઉપરાંત, મેડિક્લેમ રિઇમ્બર્સમેન્ટ અને કેશલેસ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે, જે સંબંધિત વીમા કંપની અને પોલિસીની શરતોને આધીન રહેશે.

અનુભવી તબીબોની ટીમ

ડૉ. ધીરેન સી. પટેલ એમ.ડી. (મેડિસિન) ડિરેક્ટર -લાયકાત ધરાવતા અનુભવી તબીબ છે. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી સંજીવની હોસ્પિટલ સાથે સંકળાયેલા રહી દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેઓ તબીબી વ્યવસાયની સાથે વિવિધ તબીબી સંગઠનોમાં પણ સક્રિય યોગદાન આપે છે. તેમણે અમેરિકા થી ઉચ્ચ પદવી (F.A.C.P)મેળવેલ છે.
ડો. ધીરેન પટેલ ને ઘણા બધા નેશનલ તથા ઇન્ટરનેશનલ એવોર્ડ થી નવાજવા માં આવેલા છે.


ડૉ. અક્ષ પટેલ એમ.ડી. (મેડિસિન) સાથે 2D ઇકોમાં ફેલોશિપ ધરાવે છે. તેઓ ICU, ક્રિટિકલ કેર અને ડાયાબિટિક ફૂટ કેર ક્ષેત્રે અનુભવ ધરાવે છે તથા દર્દીઓને આધુનિક તબીબી સારવાર પૂરી પાડવા માટે કાર્યરત છે.


ડૉ. બિરજુ પટેલ એમ.એસ. (જનરલ સર્જરી) લાયકાત ધરાવે છે. તેઓ લેપ્રોસ્કોપિક સર્જરી સહિત વિવિધ પ્રકારની સર્જિકલ સારવાર અને જટિલ સર્જરીના ક્ષેત્રમાં અનુભવ ધરાવે છે.

NABH એક્રેડિટેશન: ગુણવત્તા અને દર્દીની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા


હોસ્પિટલ માટે આ સિદ્ધિ માત્ર ગૌરવની બાબત નથી, પરંતુ દર્દીઓ અને તેમના પરિવારજનોના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાની જવાબદારી પણ છે.
હોસ્પિટલના સંચાલકોએ દર્દીઓ, તેમના પરિવારજનો, સહયોગી તબીબો અને સમગ્ર સંજીવની પરિવારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, દર્દીઓને આધુનિક સુવિધાઓ સાથે સંવેદનશીલ, જવાબદાર અને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવાનો સંકલ્પ આગળ પણ અવિરત રહેશે.