Blog Post

શ્રી નીલકંઠધામ પોઈચાને World Talent Organization (USA) દ્વારા ‘WORLD AMAZING PLACE’ તરીકે વૈશ્વિક સન્માન

કલ્યાણ મહોત્સવ 2026માં સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરી ભારતીય સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાને વૈશ્વિક ઓળખ અપાઈ

પોઈચા / ગુજરાત, 11 નવેમ્બર 2026: ગુજરાતની પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ આધ્યાત્મિક ધામ શ્રી નીલકંઠધામ, પોઈચાને કલ્યાણ મહોત્સવ 2026ના પાવન અવસરે World Talent Organization (USA) દ્વારા પ્રતિષ્ઠિત વૈશ્વિક શ્રેણી ‘WORLD AMAZING PLACES’ હેઠળ સત્તાવાર માન્યતા આપી સન્માનિત કરવામાં આવ્યું છે.

આ સન્માન સમારોહમાં World Talent Organization USAના પ્રતિનિધિ શ્રી ચિરાગ ગડિયાએ, સંસ્થાના Founder & CEO શ્રી મિહિર બ્રહ્મભટ્ટના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, શ્રી નીલકંઠધામ પોઈચાને આપવામાં આવેલી વૈશ્વિક માન્યતાની જાહેરાત કરી હતી. તેમણે અધિકૃત પ્રમાણપત્રનું અંગ્રેજીમાં જાહેર વાંચન કરી પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તેમજ સદ્ગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.

આશરે 105 એકરમાં વિસ્તરેલું શ્રી નીલકંઠધામ પોઈચા ભવ્ય સ્થાપત્યકલા, આધ્યાત્મિક વાતાવરણ, ધાર્મિક પરંપરાઓ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ માટે વિશેષ ઓળખ ધરાવે છે. નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલું આ ધામ દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

World Talent Organization USA દ્વારા આપવામાં આવેલા અધિકૃત પ્રમાણપત્રમાં શ્રી નીલકંઠધામ પોઈચાની આધ્યાત્મિક મહત્તા, ભવ્ય સ્થાપત્ય, સાંસ્કૃતિક વારસો અને સનાતન ધર્મના સંરક્ષણમાં તેના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે. આ માન્યતા દ્વારા નીલકંઠધામને વૈશ્વિક સ્તરે ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પ્રેરણાના વિશિષ્ટ સ્થળ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સંબોધન કરતાં શ્રી ચિરાગભાઈ ગડિયાએ જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર એક પ્રમાણપત્ર નથી, પરંતુ ભારતીય આધ્યાત્મિક વારસાને વૈશ્વિક મંચ પર પહોંચાડવાની એક મહત્વપૂર્ણ પહેલ છે. શ્રી નીલકંઠધામ પોઈચા ગુજરાતનું ગૌરવ જ નથી, પરંતુ સમગ્ર ભારતની સનાતન સંસ્કૃતિનું વૈશ્વિક ગૌરવ છે. આ સન્માન પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ તેમજ સદ્ગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીની તપસ્યા, સમર્પણ અને નિષ્ઠાવાન હરિભક્તોની શ્રદ્ધાને સમર્પિત છે.”

— શ્રી ચિરાગભાઈ ગડિયા, પ્રતિનિધિ, World Talent Organization (USA)

તેમણે વધુમાં જણાવ્યું હતું કે World Talent Organization USA વિશ્વભરમાં રહેલી અસાધારણ પ્રતિભાઓ, વિશિષ્ટ સ્થળો, સંસ્થાઓ અને પ્રેરણાદાયી યોગદાનને વૈશ્વિક ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે. સંસ્થાના Founder & CEO શ્રી મિહિર બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ વિશ્વભરની વિશિષ્ટ સિદ્ધિઓને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનું કાર્ય સતત આગળ વધી રહ્યું છે.

નીલકંઠધામના નિર્માતા સદ્ગુરુ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ આ સન્માનને સ્વીકારતા સહર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ ઐતિહાસિક સન્માન બદલ શ્રી નીલકંઠધામ પોઈચા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સર્વ સંતો અને હરિભક્તોને World Talent Organization USA દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ વૈશ્વિક માન્યતા ગુજરાત અને ભારતના આધ્યાત્મિક વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને આવનારી પેઢીઓને ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા તથા આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડાવા માટે પ્રેરણા પૂરી પાડશે.

નીલકંઠધામ – ગુજરાતનું ગૌરવ!

નીલકંઠધામ – ભારતનું ગૌરવ!

નીલકંઠધામ – સનાતન સંસ્કૃતિનું વૈશ્વિક ગૌરવ!