સીબીએસઈ ક્લસ્ટર ગુજરાત ટૂર્નામેન્ટમાં અંડર-17 ગર્લ્સ વોલીબોલ અને અંડર-14 બોયઝ ખો-ખોમાં પ્રથમ સ્થાન, બંને ટીમો નેશનલ માટે ક્વોલિફાય
સુરત: વેસુ સ્થિત હિલ્સ હાઈસ્કૂલની રમતવીર ટીમોએ સીબીએસઈ ક્લસ્ટર ગુજરાત ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી શાળાનું અને સુરતનું ગૌરવ વધાર્યું છે. શાળાની અંડર-17 ગર્લ્સ વોલીબોલ ટીમ તેમજ અંડર-14 બોયઝ ખો-ખોની ટીમે ટૂર્નામેન્ટમાં પ્રથમ સ્થાન મેળવી નેશનલ કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે.
ગુજરાત ક્લસ્ટર ટૂર્નામેન્ટનું આયોજન 13થી 15 ઓગસ્ટ, 2026 દરમિયાન ગુજરાત પબ્લિક ઇન્ટરનેશનલ સ્કૂલ, વાઘોડિયા, વડોદરા ખાતે થયું હતું. ટૂર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો. વોલીબોલમાં હિલ્સ હાઈસ્કૂલ, વેસુ સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ આનંદ વિદ્યાવિહાર, વડોદરા દ્વિતીય અને જય અંબે સ્કૂલ, ભરૂચ તૃતીય સ્થાને રહી હતી.

હિલ્સ હાઈસ્કૂલની અંડર-17 ગર્લ્સ વોલીબોલ ટીમમાં અનન્યા રાય, સનાયા મોરેના, સિયા વેકરિયા, હસ્તિ ધોરા, નવ્યા પટેલ, ઝીલ જૈન, જીલ પટેલ, તનિષ્કા ઠાકોર અને શિપ્રા શાહનો સમાવેશ થાય છે.
અંડર-14 બોયઝ ખો-ખોની ટીમમાં હેતંશ પાટીલ, મહિત પટેલ, વેદ ભગતવાલા, રિધમ પાટીલ, રાજવીર વાણપરિયા, કૃશિવ ભટ્ટ, કૃશાંગ નેમાણી, અધ્યા વેકરિયા અને ખુશ પટેલે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું.
– રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન
આ સફળતા બાદ હિલ્સ હાઈસ્કૂલની વોલીબોલ ટીમે રાજ્ય કક્ષાની સીબીએસઈ ક્લસ્ટર-13 સ્પર્ધામાં પણ પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખી હતી. પી.પી. સવાણી સ્કૂલ, બારડોલી ખાતે 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં ડીપીએસ અમદાવાદ, રવિશંકર અમદાવાદ, સ્વામિનારાયણ વિદ્યાપીઠ આણંદ, ત્રિપદા ઇંગ્લિશ એકેડેમી વડોદરા અને વસિષ્ઠ વિદ્યાલય કામરેજ સહિતની શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો.
હિલ્સ હાઈસ્કૂલની વોલીબોલ ટીમે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી નેશનલ સ્પર્ધા માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા પંજાબ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
ટીમની આ સિદ્ધિ બદલ શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો અને કોચે તમામ રમતવીરોને અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
