Blog Post

ડુમસ આર્ટ પ્રોજેક્ટે તેની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ 8થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન વીઆર સુરત ખાતે “ધ ફ્યુચર ઇઝ નાઉ” થીમ સાથે યોજાશે

સુરત, 8 ફેબ્રુઆરી 2026: યુજ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ આઠ ફેબ્રુઆરી, 2026ના રોજ ‘ધ ફ્યુચર ઇઝ નાઉ’ થીમ સાથે શરૂ થઈ છે. 2010માં પદ્મ ભૂષણ મેળવનાર પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર ડૉ. મલ્લિકા સારાભાઈએ પરંપરાગત દીપપ્રાગટ્ય સમારોહ અને ટેસ્લા ‘કલા કાર’ના અનાવરણ સાથે ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. સાંજે દર્પણ એકેડેમી, અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ફાઇન આર્ટ ગેલેરી સહિત વીઆર સુરતમાં કલા સ્થાપનોનું વિશિષ્ટ પ્રદર્શન યોજાયુ હતું.

ટેસ્લા સાથેના વિશિષ્ટ સહયોગથી ખાસ ટેસ્લા ‘કલા કાર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં બ્રાન્ડના પ્રથમ જાહેર પ્રદર્શન તરીકે રજૂ આ જોડાણ ટેકનોલોજી, ટકાઉપણું અને કલાના દુર્લભ આંતરછેદને ચિહ્નિત કરે છે. મોટા પાયે જાહેર કલાકૃતિઓ અને સમુદાય-આગેવાની હેઠળની કલાત્મક પ્રેક્ટિસ માટે જાણીતા એવોર્ડ વિનિંગ કલાકાર મિતલ સોજીત્રા દ્વારા ટેસ્લા કલા કારને જીવંત બનાવવામાં આવી છે.

આ વર્ષે ડુમસ આર્ટ પ્રોજેક્ટમાં સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને અનંત નેશનલ યુનિવર્સિટી, અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા 160થી વધુ સ્થાપનો, શિલ્પો, ચિત્રો અને ફોટોગ્રાફ્સ રજૂ કરવા અમે ઉત્સુક છીએ. શહેરભરના કલાકારોએ VR સુરત ખાતે ભોંયરાની દિવાલોને આર્ટ ગેલેરીમાં રૂપાંતરિત કરતાં કલા પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યા છે. આગામી ત્રણ અઠવાડિયા સુધી VR સુરત કલાત્મક પ્રોગ્રામિંગના એક કેન્દ્રમાં પરિવર્તિત થશે, જેમાં સ્થાપનો, ફાઇન આર્ટ, ફોટોગ્રાફી એક્ઝિબિશન, સંગીત, થિયેટર, વર્કશોપ, યુવા કલાકારો વચ્ચે સ્પર્ધા અને એક કારીગરી બજારનો આનંદ માણી શકાશે.

આ આવૃત્તિમાં નોંધપાત્ર સહયોગની શ્રેણી દર્શાવવામાં આવી છે, જે દરેક ઉત્સવના વ્યાપક દ્રષ્ટિકોણમાં ફાળો આપે છે. યુનેસ્કો સાથે ભાગીદારીમાં આ ઉત્સવ પોકેટ્સ ઓફ હોપ રજૂ કરે છે, જે એક ફોટોગ્રાફી એક્ઝિબિશન છે જે દરિયાઈ જૈવ વિવિધતા, તેમના ઇકોલોજીકલ મૂલ્ય અને તેના વધતા પડકારો અને સમસ્યાઓ પર ધ્યાન દોરે છે. આ પ્રદર્શન પ્રોજેક્ટ સુરત – સમુદાય દ્વારા સંચાલિત પર્યાવરણીય અને ટકાઉપણું પહેલના સહયોગથી બનાવવામાં આવેલા મોટા પાયે સસ્પેન્ડેડ સ્થાપનો સુધી વિસ્તરે છે. જેલીફિશના આકારમાં અને ડુમસ બીચ પરથી એકત્રિત કરવામાં આવેલા કચરામાંથી બનાવેલું આ સ્થાપત્ય દરિયાઈ જીવન પર કચરાનો પ્રભાવ તરફ ધ્યાન દોરે છે અને પ્રેક્ષકોને જવાબદાર વપરાશકાર અને કચરાના નિકાલ પર ચિંતન કરવા અરજ કરે છે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ સુરતનું એકમાત્ર કલા રજૂ કરતું જાહેર પ્લેટફોર્મ છે, જ્યાં સાતત્ય, ભાગીદારી અને કલાને સુલભ બનાવવાની માન્યતા મળી છે. શહેરની પહેલ તરીકે થયેલી આ શરૂઆત આજે એક વ્યાપક પ્રાદેશિક હાજરી સાથે એક પ્લેટફોર્મ તરીકે વિકસી છે. જેમાં વિદ્યાર્થી અને સ્થાપિત કલાકારો, પ્રેક્ષકો અને સમુદાય રોજિંદા જીવનના ભાગ રૂપે કલા સાથે જોડાય છે. આ વર્ષની થીમ, “ધ ફ્યુચર ઇઝ નાઉ”, કલાકારોને કલ્પના અને ઉદ્દેશ્ય સાથે વર્તમાનનો પ્રતિભાવ આપવા માટે આહ્વાન કરે છે, કારણ કે આજે આપણે જે પસંદગીઓ કરીએ છીએ તે ભવિષ્યને આકાર આપવાનું શરૂ કરે છે. જાહેર કલા ઉત્સવોનું ધ્યાન પહોંચને વિસ્તૃત કરવા, જાહેર ભાગીદારી વધારવા અને અર્થપૂર્ણ સહયોગ દ્વારા નાગરિકના અવાજ તરીકે જાહેર કલાની ભૂમિકાને મજબૂત બનાવવાનું છે.”

યુનેસ્કોના સાઉથ-એશિયાના પ્રાદેશિક કાર્યાલયના નેચરલ સાયન્સ યુનિટના હેડ ડો. બેનો બોઅરે આ અંગે કહ્યું હતું કે, “આબોહવા સ્થિતિસ્થાપકતા આબોહવા સાક્ષરતાથી શરૂ થાય છે. સશક્ત સમુદાયો સમજણ પર આધારિત હોય છે, અને સમજણ સાંભળેલી-જોયેલી વાર્તાઓ અને સુલભ જ્ઞાન દ્વારા વધે છે. ‘પોકેટ્સ ઓફ હોપ’ એ યુનેસ્કો દ્વારા એક નવો બુક પ્રોજેક્ટ છે જે તેના પાર્થિવ, દરિયાકાંઠાના અને દરિયાઈ જૈવ વિવિધતા અને દરિયાઈ જીવનને ઘર માનતાં સમુદાયોના વર્લ્ડ નેટવર્કને જીવંત બનાવે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટ ખાતે તેના ફોટોગ્રાફી પ્રદર્શન અને દક્ષિણ અને મધ્ય એશિયાના તમામ બાયોસ્ફિયર રિઝર્વમાં એક સચિત્ર પ્રવાસ દ્વારા રજૂ ‘પોકેટ્સ ઓફ હોપ’ જવાબદાર ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ અને સંરક્ષણની તાકીદને પ્રકાશિત કરે છે. આ ઉત્સવ વિજ્ઞાન અને પ્રકૃતિને સાંસ્કૃતિક જગ્યાઓમાં મૂકતા જાહેર કલા માટે એક સેતુનું કામ કરે છે, જે જન ભાગીદારીનો વિસ્તાર કરતાં જાગૃતિ વધારે છે અને વધુ જાણકાર અને સામૂહિક ક્લાઈમેટ એક્શન લેવા પ્રેરણા આપે છે.”

ક્લાસિકલ ડાન્સર અને કોરિયોગ્રાફર મલ્લિકા સારાભાઈએ આ અંગે ટીપ્પણી કરી હતી કે, “કલા ચેતનાને જાગૃત કરવાની અને પરિવર્તનને પ્રેરણા આપવાની શક્તિ ધરાવે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટ સર્જનાત્મકતાનો ઉપયોગ ટકાઉપણું, પર્યાવરણ અને આપણા સામૂહિક ભવિષ્ય જેવા મહત્વપૂર્ણ અને ખૂબ જ જરૂરી વિષયો સાથે વ્યાપક પ્રમાણમાં પ્રેક્ષકોને જોડે છે તે જોઈને આનંદ થાય છે. આ પ્રકારના જાહેર કલા પ્લેટફોર્મ યુવા અવાજોને મંચ આપવામાં મદદ કરે છે અને આપણને યાદ અપાવે છે કે કલા ફક્ત સુંદરતા વિશે નથી, પરંતુ તે જાગૃતિ, સંવાદ અને જવાબદારી વિશે છે.”

આ કલા મહોત્સવ કલાત્મક અભિવ્યક્તિઓ, પ્રતિભા અને સર્જનાત્મક પ્રોજેક્ટ્સનું ગતિશીલ મિશ્રણ છે. આર્ટ ગેલેરી સ્ટુડિયો વ્હાઇટ દ્વારા બનાવેલા કાર્યોનો સંગ્રહ પ્રદર્શિત કરે છે, જ્યારે “ગુજરાત ઇન ફોકસ” પ્રચલિત ફોટોગ્રાફર્સ અને ઉભરતી પ્રતિભાઓ બંને દ્વારા લેવામાં આવેલા શહેરના ફોટોગ્રાફ્સ રજૂ કરે છે. યંગ આર્ટિસ્ટ્સ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને કલાત્મક માધ્યમોની શ્રેણીમાં પ્રયોગ કરવા, શીખવા અને પોતાને વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે.

અન્ય આકર્ષણોમાં મધુબની, લીપ્પણ અને બાંધેજ પર થિયેટર પ્રદર્શન અને વર્કશોપનો સમાવેશ થાય છે. આર્ટ બજાર સ્થાનિક કારીગરોને પ્રેક્ષકો સાથે જોડાવા માટે એક ક્યુરેટેડ બજાર પ્રદાન કરશે, તેની સાથે લાઈવ મ્યુઝિકની મજા પણ હશે.

આર્ટ રીચ સાથેના તેના સહયોગ પર નિર્મિત ડુમસ આર્ટ પ્રોજેક્ટે હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને વંચિત સમુદાયોના બાળકો માટે સતત સર્જનાત્મક જોડાણ બનાવવા માટે ત્રણ વર્ષનો કાર્યક્રમ શરૂ કર્યો છે. સહભાગીઓની જરૂરિયાતો, સ્થાનિક સંદર્ભ અને ફેસ્ટિવલની ક્યુરેટોરિયલ થીમ દ્વારા આકાર આપવામાં આવેલો આ કાર્યક્રમ પાયાના કલા કૌશલ્યો અને સ્વ-અભિવ્યક્તિ વિકસાવવા માટે જરૂરી કલા શિક્ષણ પૂરુ પાડશે. ભાગ લેનારા બાળકો આ ઉત્સવમાં તેમના કાર્યો અને સર્જનાત્મક પ્રક્રિયા રજૂ કરશે.

ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ ટેસ્લા, દર્પણ એકેડેમી – અમદાવાદ, પિન્ટુરા આર્ટ, પ્રોજેક્ટ સુરત, DRP એન્ટરટેઈનમેન્ટ, પેઇન્ટ સોશિયલ અને NOS ફોટોગ્રાફી સાથેના સહયોગ દ્વારા શક્ય બની છે.

ટેસ્લાની ‘કાળા કાર’ વ્હાઇટફિલ્ડ આર્ટ કલેક્ટિવ ખાતે VR બેંગલુરુ સુધી પહોંચશે, જેથી તેની જાહેર કળાની યાત્રા સુરતથી આગળ વિસ્તરશે. અન્ય VR સ્થળો જેમ કે VR નાગપુર, VR ચેન્નઈ અને VR અમૃતસર ખાતે ટેસ્લા Model Yનું પ્રદર્શન કરશે. આ તમામ રજૂઆતો વિવિધ પ્રકારના જોડાણના સ્વરૂપોને પ્રતિબિંબિત કરે છે અને ટેક્નોલોજી, ટકાઉપણું અને ડિઝાઇન અંગેની ચર્ચાઓને ભારતભરના VR સેન્ટરોમાં વિવિધ પ્રેક્ષકો સુધી પહોંચાડશે.

સુરત એક એવું શહેર છે જે સર્જનાત્મકતાની ઉજવણી કરે છે, તેના રહેવાસીઓ ઉત્સાહપૂર્વક કલાત્મક અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપોમાં જોડાય છે. આ ઉત્સવની નોંધપાત્ર સફળતા એ છે કે, તેની શરૂઆતથી જ અત્યારસુધીમાં 40 લાખ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.

2013માં સ્થાપિત ડુમસ આર્ટ પ્રોજેક્ટ, ગુજરાતની વિવિધ કલાત્મક અભિવ્યક્તિઓનું લાઈવ પ્રદર્શન છે. તે ધ યુજ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત VR સુરતની કનેક્ટિંગ કોમ્યુનિટીઝ © પહેલનો એક ભાગ છે. જેનો ઉદ્દેશ્ય નાગરિક ગૌરવને પ્રોત્સાહન આપવા, સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા અને શહેરની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છબીમાં વધારો કરવાનો છે.