Blog Post

થ્રેડ લિફ્ટની વધતી માંગને કારણે APTOS ની લોકપ્રિયતા વધી : સખીયા સ્કિન ક્લિનિક

સુરત  : હાલમાં જ્યારે નોન-સર્જિકલ એસ્થેટિક ટ્રીટમેન્ટની માંગ વધી રહી છે, તેવામાં ડર્મેટોલોજી અને એસ્થેટિક મેડિસિનના ક્ષેત્રે અગ્રણી, સખીયા સ્કિન ક્લિનિક, APTOS થ્રેડ લિફ્ટિંગ તરફ નવેસરથી ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ એક એવી પ્રક્રિયા છે, જેણે સર્જરીની જરૂરિયાત વગર ત્વચાને ઉપાડવા અને કાયાકલ્પ સાથે ફરીથી યુવાન બનાવવાની તેની ક્ષમતા માટે ખુબજ લોકપ્રિયતા મેળવી છે.

27 વર્ષથી વધુના અનુભવ અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે ક્લિનિકલ કુશળતાને જોડવાની મજબૂત પ્રતિષ્ઠા સાથે, સખીયા સ્કિન ક્લિનિક તેના ન્યૂનતમ ઈન્વેસીવ એન્ટિ-એજિંગ સોલ્યુશન્સના ભાગરૂપે, APTOS થ્રેડ લિફ્ટિંગની ઓફર કરે છે. આ સારવારમાં ઢીલી ત્વચાને ઉપાડવા અને કોલેજન ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે ઓગળી શકાય તેવા દોરાનો ઉપયોગ થાય છે. આ સારવાર પદ્ધતિ, ઓછા સમયમાં કુદરતી દેખાતા હોય તેવાં પરિણામો મેળવવા ઇચ્છતા લોકોમાં પસંદગીની ચોઈસ બની ગઈ છે.

સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, “થ્રેડ લિફ્ટિંગ, ખાસ કરીને APTOS થ્રેડ્સનો ઉપયોગ, એવા દર્દીઓ માટે એક વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે, જેઓ સર્જરીના જોખમ વગર વિઝીબલ હોય તેવાં સુધારા ઇચ્છે છે. અમે આમાંની ઘણી પ્રક્રિયાઓ કરી છે અને સતત સંતોષકારક પરિણામો આપ્યા છે. તે ખાસ કરીને ચહેરાના મધ્ય ભાગની શિથિલતા, ઝૂલતી ત્વચા, ગાલ, ગરદન અને ભમર માટે અસરકારક છે.”

પરંપરાગત ફેસલિફ્ટ્સથી વિપરીત, APTOS ટેકનિક પોલિલેક્ટિક એસિડ (PLA) અથવા પોલિકેપ્રોલેક્ટોન (PCL) થી બનેલા બાયોકોમ્પેટીબલ થ્રેડોનો ઉપયોગ કરે છે. જેને પેશીઓના પુનઃસ્થાપન(ફરીથી સ્થાન આપવા) અને કોલેજન ઉત્પાદન વધારવા માટે ઝીણી પાતળી સોય અથવા કેન્યુલાનો ઉપયોગ કરીને ત્વચાના સબક્યુટેનીયસ સ્તરમાં ધીમેધીમે દાખલ કરવામાં આવે છે.

આ પ્રક્રિયાના પરિણામો ન્યૂનતમ ઈન્વેસીવ હોવા ઉપરાંત, ઘણીવાર તાત્કાલિક હોય છે, જેની અસર લગભગ 6-12 મહિના સુધી રહે છે અને કોલેજન ઉત્તેજના 1.5 થી 2 વર્ષ સુધીના પરિણામ આપે છે. સમય જતાં વધુ સુધારો થાય છે કારણ કે, દોરા ઓગળી જાય છે અને ત્વચા અંદરથી પુનર્જીવિત થાય છે. આ ઉપરાંત, આ પ્રક્રિયામાં ફક્ત 45 મિનિટથી એક કલાકનો સમય લાગે છે. તે વિવિધ ક્ષેત્રો માટે અસરકારક છે અને પરિણામો પણ કુદરતી પ્રતીત થાય છે. APTOS થ્રેડ લિફ્ટિંગ એવા લોકો માટે કામ કરે છે, જેમની ત્વચામાં હળવાથી મધ્યમ શિથિલતા હોય છે. સામાન્ય રીતે 30-60 વર્ષની વય જૂથના લોકો અને જેઓ ઢીલી ત્વચા, કરચલીઓ, ગાલ અથવા ઢીલી પડી ગયેલી ભમર સુધારવા માંગે છે.

દેશભરમાં વિવિધ સેન્ટર્સના નેટવર્કનું સંચાલન કરતી સખીયા સ્કિન ક્લિનિક, દર્દીઓની બદલાતી જરૂરિયાતોને પૂરી કરતી સલામત અને પુરાવા-આધારિત સારવારને પ્રાથમિકતા આપે છે. APTOS થ્રેડ લિફ્ટિંગ એ સખીયા સ્કિન ક્લિનિકની અનેક અદ્યતન પ્રક્રિયાઓમાંની એક છે, જે વ્યક્તિને ફરીથી યુવાવસ્થા અને તેજસ્વી ચમક આપે છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને નજીકના સખીયા સ્કિન ક્લિનિક અથવા www.sakhiyaskinclinic.com ની વિઝિટ લો.