સુરત, એપ્રિલ 11, 2025: સુરત ડાયમંડ બુર્સ (એસડીબી) ખાતે તા. ૧૧.૪.૨૫ ના અમદવાદ કસ્ટમ્સ ઝોન ના ચીફ કમિશનર શ્રી પ્રાણેશ પાઠક, IRS અને પ્રિન્સિપાલ કમિશનરશ્રી શિવકુમાર શર્મા, IRS ની સાથે સફળ મુલાકાત થઈ. આ મીટંગ કસ્ટમ ના અધિકારીઓ સાથે SDB ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, વાઈસ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ, પ્રેસીડેન્ટ શ્રી અરવિંદભાઈ દોશી( ધાનેરા), શ્રી સેવંતીભાઈ શાહ (વિનસ જેમ્સ), GJEPC ના રીજીયોનલ ચેરમેન શ્રી જયંતિભાઈ, SDB કસ્ટમ કમીટી ના કન્વીનર શ્રી મહેશભાઈ વાઘાણી, શ્રી ભરતભાઈ કથીરીયા અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે કસ્ટમ્સ ના વિભાગના મજબૂત સહકાર બદલ આભાર દર્શાવેલ અને કસ્ટમ ને સુરત ડાયમંડ બુર્સ માથી Import – Export વધુ થાય તેના માટે કસ્ટમ ના પુરા સહયોગ ની ખાત્રી આપી હતી.

આ મહત્વપૂર્ણ મીટીંગ દરમિયાન નિકાસ સુવિધા વધારવા પર ચર્ચાઓ કેન્દ્રિત હતી. મીટીંગ મા કન્સાઇનમેન્ટ નિકાસ, ડ્યુટી ડ્રોબેક, GIA માં ટેસ્ટીંગ માટે ની નિકાસ, ઓટો આઉટ ઓફ ચાર્જ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા અને વ્યવસાય કરવાની સરળતા વધારવા અને વૈશ્વિક નિકાસમાં ભારતની સ્થિતિ મજબૂત કરવા માટે ભારપૂર્વક હિમાયત કરી.
આ મહત્વપૂર્ણ બેઠક દર્શાવે છે કે કસ્ટમ્સ વિભાગ આગામી મહિનાઓમાં સુરત ડાયમંડ બુર્સ સાથે નજીકથી કામ કરશે. તેઓ આયાત-નિર્યાત સંબંધિત તમામ કાર્યક્રમોને સમર્થન આપશે અને તકનીકી મુશ્કેલીઓનું નિરાકરણ કરશે. આ સહયોગ સુરતના ડાયમંડ ઉદ્યોગને વિશ્વભરમાં એક મોટા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે.
આગામી મહિનાઓમાં સુરતનો ડાયમંડ ઉદ્યોગ ઝડપથી વિકસિત થશે અને વૈશ્વિક બજારમાં તેનું પ્રભાવ વધશે. આ સહયોગ સરકારી એજન્સીઓ અને ઉદ્યોગ સંસ્થાઓ વચ્ચેના સમન્વયને દર્શાવે છે, જે સુરતના ડાયમંડ ક્ષેત્રમાં ક્રાંતિકારી વિકાસ લાવશે.