સુરતમાં એક સાથે ત્રણ જગ્યા સહિત અમદાવાદ, વડોદરા, ભાવનગર અને અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
સુરત. કોઈ પણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટી યોગદાન હોય છે. ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે અને તેઓને કંપની એક પરિવાર છે અને માલિકોથી માંડીને તમામ કર્મચારીઓ એ પરિવારના સભ્યો છે તેવી અનુભૂતિ થાય તે માટે પ્રોગ્રેસ એલાયાન્સ સંસ્થા દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સફલ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવાં અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 5 અને 6 જુલાઈના રોજ યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત 350 થી વધુ કંપનીઓના 5000 થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રોગ્રેસ એલાયાન્સના પર્વક્તા એ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયાન્સ હંમેશા તેના મેમ્બરોને વ્યાપાર ઉદ્યોગમાં આગળ વધવા માર્ગદર્શન અને પૂરતો સપોર્ટ તો આપે જ છે પરંતુ સભ્યોમાં પરિવારની ભાવના પણ પ્રબળ બને તે માટે પણ વિવિધ આયોજન કરતું રહે છે.

જે અંતર્ગત જ પ્રોગ્રેસ એલાયાન્સ સાથે જોડાયેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય એવા ઉદ્દેશ્ય સાથે પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સુરતના સીરવી સમાજની વાડી, વેસુ વિજયા લક્ષ્મી હોલ અને સિટીલાઈટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે સફલ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવાં 5 અને 6 જુલાઈના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સાથે જ અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા અને ભાવનગર ખાતે પણ આજ સમયે કાર્યક્રમો આયોજિત કરાયા હતા. સુરત ખાતે ત્રણેય જગાએ અને બહારના સિટી મળી 350 થી વધુ કંપનીઓમાં કામ કરતા 5000 થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓનું સન્માન થતા તેઓ અને તેઓના પરિવારજનો પણ ભાવવિભોર થઈ ગયા હતા અને આ પ્રકારના આયોજન માટે પ્રોગ્રેસ એલાયાન્સનો આભાર માણ્યો હતો.