આઇકોનિક ગોલ્ડ દ્વારા આયોજિત અને કે. પી. ગ્રુપ પ્રસ્તુત G2H2 એવોર્ડ સમારોહનું 6 જુલાઈના રોજ આયોજન
સુરત. આઇકોનિક ગોલ્ડ દ્વારા આગામી 6 જુલાઈના રોજ સુરત ખાતે કેપી ગ્રુપ પ્રસ્તુત G2H2 એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશની એવી વ્યક્તિઓને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે કે તેમને પોતાની ફરજ દરમિયાન કે જીવન દરમિયાન અનોખી સિદ્ધિ હાંસલ કરીને દેશ અને દુનિયા સામે એક પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યું છે.
આ અંગે માહિતી આપતાં G2H2 Award ના આયોજક પિયુષ જૈસ્વાલએ જણાવ્યું હતું કે આ એવોર્ડ સમારોહનું આયોજન 6 જુલાઈના રોજ સાંજે ક્રેટોસ ક્લબ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં એવી વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે કે જેઓ દેશ અને સમાજ માટે એક મિશાલ છે. જેઓએ અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે. આવી વ્યક્તિ વિશેષને સુરત ખાતે આમંત્રિત કરવામાં આવ્યા છે.
જેમાં એન્કાઉન્ટર સ્પેશિલીસ્ટ જમ્મુ કાશ્મીરના એસીપી શાહિદા પરવીન, પ્રિયા મોહિત, જયા કિશોરી, નાયાબ મિધા, મધુરિમા તુલી, પર્લ પુરી સહિત અનેક એવી સેલિબ્રિટી સામેલ છે કે જેમને પોતાના જીવન અને ફરજમાં એવી અનોખી સિદ્ધિઓ હાંસલ કરીને દેશ અને સમાજ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આયોજકે વધુમાં જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઇક ખાસ ઉપલબ્ધિ મેળવતો હોય છે પણ જે વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવનાર છે એ એવા વ્યક્તિઓ છે કે તેઓ સમાજ અને દેશ માટે એક મિસાલ છે અને યુવા પેઢી તેમની પાસેથી પ્રેરણા મેળવે એવું તેમનું વ્યક્તિત્વ છે. એમની વિશે વધુને વધુ લોકો અને ખાસ કરીને યુવા પેઢી માહિતગાર થાય અને તેઓ પણ જીવનમાં કંઇક કરી બતાવવા માટે પ્રેરિત થાય એ માટે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે