Blog Post

સુરત સ્થિત મેન મેઇડ ટેક્સટાઇલ્સ રિસર્ચ અસોસીએશન, “મંત્રા” માં “ગારમેન્ટ ટેક્નોલોજી” ને લગતા કોર્સના સેન્ટરની શરૂઆત

સુરત સ્થિત મેન મેઇડ ટેક્સટાઇલ્સ રિસર્ચ અસોસીએશન, “મંત્રા” જે ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જેમાં ગારમેન્ટ ટેક્નોલોજી વિભાગ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારત સરકારના જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ઉપસ્થિત રેહશે અને એમના શુભ હસ્તે ગારમેન્ટ ટેક્નોલોજી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે.
મંત્રાએ હાલના આધુનિક સમયના વસ્ત્રો, પરંપરાગત વસ્ત્રો અને કલા ક્ષેત્રમાં વધુ વૃદ્ધિ લાવવા તથા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારની કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટિ જોડે ગારમેન્ટને લગતા અલગ અલગ કોર્સ શરૂ કરવાની યોજના બનાવેલ છે. આ કૌશલ્ય વિકાસના કોર્સો માટે વિદ્યાર્થીઓ/યુવાનો/યુવતીઓ સંસ્થાનું ઇનફ્રાસ્ટ્રક્ચર જોવા રૂબરૂ મુલાકાત લઈ શકે છે. કૌશલ્ય વિકાસના કોર્સો જેવા કે કમ્પ્યુટરાઈસ ફેશન ડિઝાઇન કોર્સ, સ્પેશિયલ સીવણ મશીન ઓપરેટિંગ તથા મૂળભૂત સીવણ મશીન ઓપરેટિંગ, મેન્સ વિયર, વુમેન વિયર, હૅન્ડ વર્ક તથા એપેરલ કેડ જેવા ત્રણ મહિનાના કોર્સ તથા ૧ થી ૩ વર્ષના (B.VOC અને DIPLOMA) ફુલટાઇમ કોર્સો પણ શીખવવામાં આવશે. આ કૌશલ્ય વિકાસના કોર્સો માટે મંત્રા દ્વારા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટિ, ગાંધીનગર સાથે એમઓયૂ પણ કરવામાં આવ્યું છે. મંત્રામાં આ કોર્સ શરૂ થવાથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં તથા રાજ્યમાં ગાર્મેન્ટ અને કલા ક્ષેત્રમાં નવી રોજગારની ટકોની શક્યતા વધશે અને સ્થાનિક યુવાનો/યુવતીઓને પોતાની પ્રતિભા વિકસિત કરવાની તક મળશે.
મંત્રાને વિશ્વસનીયતા અને શ્રેષ્ઠતા માટે ઓળખવામાં આવે છે, અને આ નવા કોર્સો દ્વારા તેઓ વધુ ઊંચાઈઓ પર પહોંચવાની તેમજ સ્થાનિક યુવાનો/યુવતીઓને પણ આગળ વધવાની અપેક્ષા રાખે છે.