સુરત. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (આઇડીટી) દ્વારા અવધ યુટોપિયા ખાતે 30મી જૂને કોન્ક્લેવ અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવની પેનલમાં આઇડીટી ના ચેરમેન શ્રી અશોક કુમાર ગોયલ, દક્ષિણ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ સુનિલ જૈન અને નવીન સૈનાની, કનિકા વોહરા, રમણ દત્તા, લીલા ટાપરિયા, અનિલ પીતાલિયા જેવા દેશભરના ઉદ્યોગ નિષ્ણાતો સામેલ હતા. તેમને ગારમેંટ્સ ઉદ્યોગના પડકારોને સમજવા સાથે તેના ભવિષ્યની ચર્ચા કરી પોતાના અનુભવ શેર કર્યા હતા. આ પેનલ ચર્ચાનું સંચાલન ડૉ. અજોય ભટ્ટાચાર્યએ કર્યું હતું.
પેનલના સભ્યોએ ફેશન ઉદ્યોગમાં ટકાઉપણું, બજારના વલણો અને પડકારો, આંતરરાષ્ટ્રીય બજારો અને નિકાસમાં વિસ્તરણ, સરકારી સમર્થન અને નીતિઓ, કર્મચારીઓનો વિકાસ, મહિલા સશક્તિકરણ અને ઘણું બધું મુખ્ય વિષયો પર સંબોધન કર્યું.
અત્યાર સુધી સુરતને ભારતના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આવનારા 10 વર્ષમાં સુરત માત્ર ટેક્સટાઈલ હબ નહીં પણ ભારતનું ગાર્મેન્ટ હબ પણ બની જશે અને તે માટે ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
કોન્ક્લેવ પછી ફેશનનોવા 2024 – ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડિઝાઈનનું આયોજન કરવામાં આવ્યું હતું
અને ઈનોવેશનનું કોમ્બિનેશનને રેમ્પ પર જોઈને તમામ શ્રોતાઓએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ સર્જનાત્મકતા, નવીનતા અને ફેશન ઉદ્યોગના નવીનતમ વલણો પર આધારિત હતો. શોમાં 20
થીમમાં 160 જેટલા વસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જેમાં ઈકો ફ્રેન્ડલી કપડાં, રિવાઈવિંગ, હસ્તકલા, AI-જનરેટેડ પ્રિન્ટ, ટેકનિકલ કાપડ
ટેક્નોલોજીનું ડેમોન્સ્ટ્રેશન જોવા મળ્યું હતું. આ શોમાં IDT મુઝફ્ફરપુર, IDT કોટ્ટાયમ, અને
IDT જૂનાગઢના વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. ફેશનનોવા -24 માત્ર એક ફેશન શો નહોતો, પણ આ નવીનતા, અને યુવાન ડિઝાઇનરોની અપાર સંભાવનાની શક્યતાઓની ઉજવણી હતી. આ સુરતની ફેશન ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય હતું.