Blog Post

એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં “આત્મનિર્ભર ભારત: તકો અને પડકારો” વિષય પર ત્રીજી વિદ્યાર્થી કોન્ફરન્સ યોજાઈ


સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ “આત્મનિર્ભર ભારત: તકો અને પડકારો” વિષય પર ત્રીજી વિદ્યાર્થી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફે. (ડો.) કિરણ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનો, નવીનતા અને સંશોધનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આ કોન્ફરન્સમાં ડો. જયેશ એન. દેસાઈ, ડીન- ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી, સુરત અને BRCM કોલેજના પ્રિન્સીપલ, કોન્ફરન્સના ચેરપર્સન તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીના રિસર્ચની ગુણવત્તા, મૂળભૂતતા અને વિષયની પ્રાસંગિકતાની પ્રશંસા કરી હતી. કોન્ફરન્સમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કુલ ૭ ટીમોએ ભાગ લીધો હતો અને આત્મનિર્ભર ભારતના વિવિધ વિષયો પર સંશોધન પત્રો રજૂ કર્યા હતા.જે ફેબ્રુઆરીમાં ISBN સાથે પબ્લીશ થશે.