Blog Post

રોઝ બડ્સ સ્કૂલ, ડીંડોલી, સુરત વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ *(સંસ્કાર સે સફળતા તક ) ની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી

ખુલ્લા આસમાન નીચે પાર્ટી પ્લોટ માં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા.

ડીંડોલી સુરત : રોઝ બડ્સ સ્કૂલ ના વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ (સંસ્કાર સે સફળતા તક ) નું તારીખ : 29/03/2026 રવિવારના રોજ ડીંડોલી ખાતે આનંદદાયી, પ્રફુલિત વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો.

હિન્દુ સંસ્કૃતિ મુજબ ગણપતિ બાપા નું ઢોલ, ત્રાંસા,નગારા અને લેઝીમના શૂર સાથે આગમન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતા ફેલાવે છે. સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વાળાકીએ મુખ્ય અતિથિઓનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન નાનાં-મોટાં વિદ્યાર્થીઓએ મનમોહક નૃત્યો, વ્યક્તિઓને એકાગ્ર કરે તેવી નાટિકા સાથે નૃત્ય તેમજ દેશભક્તિભર્યા, વર્તમાન પરિસ્થિતિને ઉજાગર કરતા કાર્યક્રમોની રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મહેનતે હાજર રહેલા વાલીઓ તથા મહેમાનોને ભાવવિભોર કરી દીધા હતા.

કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટ્રસ્ટીશ્રી એ એ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, પરિશ્રમ અને દૃઢ સંકલ્પનું મહત્વ સમજાવી સતત પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

આ વાર્ષિક મહોત્સવ પ્રતિભા, સંસ્કાર અને ઉત્તમતાનો સુંદર સંગમ બની સૌ માટે યાદગાર બની રહ્યો હતો.