સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા બહુમુખી અને ભવિષ્યલક્ષી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ થી નવા ઘટક સંસ્થા — Sarvajanik College of Liberal Arts (એસ.સી.એલ.એ.) હેઠળ નવા સ્નાતક અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે.
“તર્ક્બદ્ધ અને સમૃદ્ધ જીવન” ના ધ્યેય ઢાચાઓસાથે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનવીય વર્તન, સામાજિક અને માહિતી આધારિત વિશ્લેષણ વચ્ચેનો સંબંધ સમજાવી તેમને જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો તૈયાર કરવાન છે.
એસ.સી.એલ.એ. દ્વારા નીચે મુજબના નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે:
બી.એ. અર્થશાસ્ત્ર (મુખ્ય વિષય)
બી.એ. મનોવિજ્ઞાન (મુખ્ય વિષય)
બંને અભ્યાસક્રમો શૈક્ષણિક ઊંડાણ, પ્રાયોગિક અભ્યાસ અને સંશોધન આધારિત શિક્ષણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના બહુમુખી અને આંતરવિષયક અભિગમને અનુરૂપ રચવામાં આવ્યા છે.
બી.એ. અર્થશાસ્ત્ર અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અર્થવ્યવસ્થા, બજાર વ્યવસ્થા, નીતિ નિર્માણ, માનવીય વર્તન, વિકાસ અભ્યાસ તથા આંકડાકીય વિશ્લેષણ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. જ્યારે બી.એ. મનોવિજ્ઞાન અભ્યાસક્રમ માનવીય વિચારસરણી, લાગણીઓ, વર્તન અને અનુભવોને વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ અભિગમથી સમજવા માટે રચાયેલ છે.
વિદ્યાર્થીઓને તેમના મુખ્ય વિષય સાથે નીચે મુજબના ગૌણ વિષય / વિશેષ અભ્યાસ વિકલ્પો પસંદ કરવાની તક મળશે:
મનોવિજ્ઞાન
અર્થશાસ્ત્ર
જનસંપર્ક અને પ્રસાર માધ્યમ અભ્યાસ
આંકડાશાસ્ત્ર
આ લવચીક શૈક્ષણિક માળખું વિદ્યાર્થીઓને તેમની રસ, ક્ષમતા અને ભવિષ્યની કારકિર્દીને અનુરૂપ અભ્યાસ દિશા પસંદ કરવામાં સહાયક બનશે.
અભ્યાસક્રમનું પાઠ્યક્રમ આજના બદલાતા વૈશ્વિક અને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, આંકડાકીય સમજ, અભિવ્યક્તિ કૌશલ્ય, ગણનાત્મક કુશળતા અને સંશોધન અભિરુચિ વિકસે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ રોજગારક્ષમ બનવા સાથે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે પણ સક્ષમ બની શકે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ એસ.સી.એલ.એ. નું શૈક્ષણિક દ્રષ્ટિકોણ આંતરવિષયક અભ્યાસ, જિજ્ઞાસા આધારિત શિક્ષણ અને ભવિષ્યલક્ષી કૌશલ્યો પર આધારિત છે. વર્ગખંડ શિક્ષણ સાથે પ્રયોગાત્મક કાર્યો, ક્ષેત્ર અભ્યાસ, તર્કશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ અને સંશોધન આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને જીવનના વાસ્તવિક પડકારો માટે તૈયાર કરવામાં આવશે.
આ નવા અભ્યાસક્રમોની શરૂઆત સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ૧૧૪ વર્ષની ગૌરવશાળી શિક્ષણ પરંપરાને આગળ વધારતા Sarvajanik University દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી હવે જી.સી.એ.એસ. પ્રવેશ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બની છે. યુનિવર્સિટી ગુણવત્તાસભર, વ્યવસાયલક્ષી અને પરવડે તેવું શિક્ષણ આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ઉત્તમતા માટે પ્રતિબદ્ધ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે યુનિવર્સિટી પ્રવેશ કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા પરિસરની મુલાકાત લઈને અભ્યાસક્રમની રચના, પાઠ્યક્રમ તથા પ્રવેશ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે.
