Blog Post

દુબઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા ટોપ 5 વિદેશી રોકાણકારોની યાદીમાં ભારતના લોકો ટોચ પર…

સુરતમાં 29-30 નવેમ્બરે “દુબઈ પ્રોપર્ટી શો” નું આયોજન

લક્ઝરી, સ્ટાન્ડર્ડ અને આરામના કોન્સેપ્ટ પર ફોકસ સાથે, આ બે દિવસના શોમાં દુબઈમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલથી લઈને જમીન અને અન્ય પ્રોપર્ટીની વિવિધ શ્રેણી દર્શાવવામાં આવશે

સુરત :દુબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણની આકર્ષક તકો વિશે માહિતી આપવા માટે સુરતમાં ‘દુબઈ પ્રોપર્ટી શો’ નું આયોજન કરવામાં આવ્યું છે. નેસ્ટસીકર્સ રીઅલ એસ્ટેટ LLC દ્વારા આયોજીત આ પ્રદર્શન, સુરત રેલ્વે સ્ટેશનની સામે, હોટેલ હિલ્ટન ખાતે 29-30 નવેમ્બરે યોજાશે. નેસ્ટસીકર્સ દ્વારા બાયર્સને દુબઈમાં રિયલ એસ્ટેટમાં રોકાણ અંગેની તમામ માહિતી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વીતેલાં બે દશક દરમિયાન, દુબઈની જન-સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો સ્થાયી થયા છે, તેવામાં દુબઈમાં રેસીડેન્સીયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માંગમાં પણ જોરદાર વધારો થયો છે. દુબઈ રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા ટોપના 5 દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે. દુબઈનું ટેક્સ-ફ્રી વાતાવરણ, ભાડાની ઊંચી ઉપજ અને સરળ નિયમોને કારણે ભારતીય રોકાણકારોનો રસ વધી રહ્યો છે. વર્ષ 2024 માં, ભારતીયો દુબઈમાં ₹84,000 કરોડથી વધુની મિલકતો ખરીદીને વિદેશી રોકાણકારોની યાદીમાં ટોચ પર રહ્યા હતા. સુરતમાં યોજાનારા બે દિવસીય ‘દુબઈ પ્રોપર્ટી શો’માં દુબઇ સ્થિત બિંઘાટ્ટી ડેવલપર્સના વિવિઘ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે.

વર્ષ 2025 દરમિયાન, UAEના પ્રોપર્ટી બજારે મજબૂત ગ્રોથ નોંધાવ્યો છે. સ્થિરતા, ઉચ્ચ વળતર અને લાંબાગાળાના મૂલ્યની શોધ કરી રહેલા વૈશ્વિક રોકાણકારોને દુબઈનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર આકર્ષી રહ્યું છે. મજબૂત આર્થિક મૂળભૂત બાબતો, વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સતત વધતી વસ્તી દ્વારા સમર્થિત, અમીરાત વિશ્વના સૌથી સુરક્ષિત અને પારદર્શક મિલકત બજારોમાંના એક તરીકે વિકસિત થયું છે.

નેસ્ટસીકર્સના CEO હૌસેમ સલ્લામીએ જણાવ્યું હતું કે, દુબઈએ વેચાણ વોલ્યુમ અને મિલકત મૂલ્યો, બંનેમાં સતત વૃદ્ધિ નોંધાવી છે. આંતરરાષ્ટ્રીય ખરીદદારો તરફથી મજબૂત માંગ સાથે, વિશ્લેષકો આગામી 5-10 વર્ષોમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે સતત વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યા છે. આ ઉપરાંત, દુબઈ 8% થી 10% ની સરેરાશ ભાડાની ઉપજ સાથે ઘણા વૈશ્વિક બજારો કરતાં આગળ વધી રહ્યું છે. ઉચ્ચ માંગવાળા પ્રવાસી જિલ્લાઓમાં, ટૂંકા ગાળાના ભાડા 12% સુધી વળતર આપી શકે છે, જે શહેરને નિયમિત આવક અને મજબૂત ઓક્યુપન્સી દર મેળવવા માંગતા રોકાણકારો માટે ખાસ આકર્ષક બનાવે છે.

દુબઈમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો તેમના બજેટ અનુસાર, ઓફ-પ્લાન અને રેડી પ્રોપર્ટીઝમાં રોકાણ કરી શકે છે. મોટાભાગના રિયલ એસ્ટેટ ડેવલપર્સ રોકાણકારોને 5% બુકિંગ રકમ સાથે મિલકત અનામત રાખવાની મંજૂરી આપે છે, જે બજારમાં સુલભ પ્રવેશ પ્રદાન કરે છે. વળી, પ્રોપર્ટીના મૂલ્યના આધારે, રોકાણકારો 5-વર્ષના સિલ્વર વિઝા અથવા 10-વર્ષના ગોલ્ડન વિઝા સાથે UAE ના રહેઠાણ કાર્યક્રમો માટે લાયક બની શકે છે.

દુબઈ રિયલ એસ્ટેટ બજારમાં રોકાણની સુરક્ષાની વાત કરીએ તો, અહીં આ ક્ષેત્ર બે મુખ્ય સરકારી સંસ્થાઓ દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટ (DLD) અને રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એજન્સી (RERA) દ્વારા નિયંત્રિત થાય છે. આ સંસ્થાઓ પારદર્શિતા સુનિશ્ચિત કરે છે, ડેવલપર્સનું નિયમન કરે છે, જેનાથી દુબઈ રિયલ એસ્ટેટ રોકાણ માટે સૌથી વિશ્વસનીય વાતાવરણમાંનું એક બને છે.

UAE માં મિલકત ખરીદવા અને નોંધણી કરાવવા માટે માન્ય પાસપોર્ટ એકમાત્ર દસ્તાવેજ છે. રોકાણકારો રિઝર્વેશનથી નોંધણી સુધીના દરેક પગલાને દૂરથી પૂર્ણ કરી શકે છે. નેસ્ટસીકર્સ રીઅલ એસ્ટેટ LLC જેવા લાઇસન્સ પ્રાપ્ત બ્રોકરેજ હાઉસ, સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખરીદદારોને સહાય કરે છે.

ઉલ્લેખનીય છે કે, દુબઈ એક ટેક્સ-ફ્રી દેશ છે. આ પ્રોપર્ટી શો, દુબઈમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ માટેની આકર્ષક તકો રજૂ કરે છે, જે રોકાણકારો માટે ફાયદાકારક બની શકે છે.