Blog Post

Ajay’s Cafe એ ભુજમાં પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છમાં પ્રવેશ કર્યો : આગામી દિવસોમાં સમગ્ર પ્રદેશમાં નવા 8-10 કાફે શરૂ કરવાની યોજના

ગુજરાત રાજ્યમાં 272 આઉટલેટ્સ સાથે, કચ્છમાં આ નવું વિસ્તરણ, આ બ્રાન્ડની પ્રાદેશિક વિકાસ, રોજગાર સર્જન અને સમગ્ર ગુજરાતમાં તેની હાજરીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે

ભુજ, ગુજરાત | 18 જૂન, 2026 : ગુજરાતની સૌથી મોટી અને અગ્રણી કાફે ચેઇન્સ, Ajay’s Cafe એ 18 જૂન, 2026 ના રોજ ભુજમાં તેનું પ્રથમ આઉટલેટ લોન્ચ કરવા સાથે કચ્છ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. આ નવીનતમ શરૂઆત, એ બ્રાન્ડની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે અને સમગ્ર ગુજરાતમાં તેની હાજરી વિસ્તારવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

ખાસ નોંધનીય છે કે, 272 આઉટલેટ્સનું નેટવર્ક બનાવ્યા પછી, Ajay’s Cafe રાજ્યના સૌથી વ્યાપક રીતે હાજરહાજર સંગઠિત કાફે બ્રાન્ડ્સમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. કચ્છમાં કંપનીનો પ્રવેશ તેની લાંબાગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો હેતુ ઉભરતા ગ્રાહક બજારોને સર્વિસ આપવા અને પ્રાદેશિક સ્તરે આર્થિક વિકાસને ટેકો આપવાનો છે.

ભુજ આઉટલેટ, એ કચ્છમાં Ajay’s Cafe ના સફરની શરૂઆત દર્શાવે છે. આ પ્રદેશના વધતા આર્થિક મહત્વ અને વિકસતા ગ્રાહકવર્ગ આધારે, કંપનીએ આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં 8 થી 10 આઉટલેટ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. તેનાથી ગ્રાહકો માટે વધુ સુલભતા ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગાર અને વ્યવસાયની નવી તકો પણ ઉભી થશે.

આ લોન્ચીંગ પ્રસંગે, Ajay’s Cafe ના સંસ્થાપક ડિરેક્ટર અજય સોલંકીએ જણાવ્યું હતું કે, “ભુજમાં અમારા પ્રથમ આઉટલેટનું લોન્ચિંગ, એ ખરેખર Ajay’s Cafe માટે એક માઇલસ્ટોન છે અને ગુજરાતની વિકાસગાથામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કચ્છ રાજ્યના સૌથી આશાસ્પદ પ્રદેશોમાંનો એક છે, જ્યાં ઝડપી આર્થિક વિકાસ અને સતત વધતી જતી ગ્રાહક માંગ જોવા મળી રહી છે. અમને અહીં ગ્રોથની અસીમ સંભાવનાઓ દેખાઈ રહી છે અને અમે સમગ્ર પ્રદેશમાં મજબૂત હાજરી માટે પ્રતિબદ્ધ છીએ. અમારું વિઝન આગામી દિવસોમાં કચ્છમાં 8 થી 10 કાફે સ્થાપિત કરવાનું છે, જે સ્થાનિક સ્તર પર રોજગાર અને આર્થિક વિકાસમાં યોગદાન આપશે તેમજ અમારી બ્રાન્ડને વધુ સુલભ બનાવશે.”

ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વિસ્તરણ એ સમયે થઈ રહ્યું છે, જ્યારે Ajay’s Cafe ગુજરાતની અગ્રણી સંગઠિત કાફે ચેઇન્સ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરી રહ્યું છે. નવસારીમાં તેની શરૂઆત પછી, આ બ્રાન્ડે રાજ્યમાં સતત વિસ્તરણ કર્યું છે, 270 થી વધુ આઉટલેટ્સનું નેટવર્ક બનાવ્યું છે અને શહેરી તેમજ ઉભરતા બજારોમાં ગ્રાહકોને નિરંતર સર્વિસ આપી રહી છે.

કંપની પ્રબળ માને છે કે, આ પ્રદેશની વધતી જતી આર્થિક પ્રવૃત્તિ, માળખાગત વિકાસ, પ્રવાસન સંભાવના અને વિસ્તરતા ગ્રાહકવર્ગને ધ્યાનમાં લઈએ, તો કચ્છ એ વિકાસના કુદરતી આગામી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. ભુજમાં તેની હાજરી સ્થાપિત કરીને અને સમગ્ર જિલ્લામાં વધુ વિસ્તરણની યોજના બનાવીને, Ajay’s Cafe પ્રદેશના વિકસતા રિટેલ અને લાઇફસ્ટાઇલ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ બનવાનો ઉદ્દેશ ધરાવે છે.

આ વિસ્તરણ એવા સમયે થયું છે, જ્યારે Ajay’s Cafe ને ગુજરાતના સંગઠિત કાફે ઉદ્યોગમાં તેના યોગદાન માટે માન્યતા મળી રહી છે. હાલમાં જ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલા પ્રતિષ્ઠિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સમાં Ajay’s Cafe બ્રાન્ડને “લીડિંગ કાફે ચેઇન ઓફ ધ યર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ સાથે, બ્રાન્ડની ઉદ્યોગસાહસિક યાત્રા, રોજગાર સર્જનમાં યોગદાન અને રાજ્યમાં સંગઠિત કાફે ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને સ્વીકૃતિ આપવામાં આવી હતી.

વધુમાં, ઉદ્યોગમાં તેની ઓળખને વધુ મજબૂત બનાવતા, Ajay’s Cafe ને ET નાઉ દ્વારા “વર્ષની સૌથી લોકપ્રિય કાફે ચેઇન” એવોર્ડ તરીકે પણ માન્યતા આપવામાં આવી હતી. આ એવોર્ડ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ બ્રાન્ડને ફૂડ કોનોઇસર્સ ઇન્ડિયા એવોર્ડ્સમાં ‘બેસ્ટ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ ચેઇન – વેસ્ટ ઇન્ડિયા 2026’ માટે પણ માન્યતા મળી છે, જે ગ્રાહકો અને ઉદ્યોગમાં તેની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે.

આ લોન્ચીંગ, બ્રાન્ડનું સંગઠિત કાફે અનુભવોને મુખ્ય મહાનગરો અને હાઈ પોટેન્શિયલ રીજીઓનલ માર્કેટ સુધી આગળ લઈ જવાનું વ્યાપક વિઝન પણ દર્શાવે છે. Ajay’s Cafe તેની વિસ્તરણ યાત્રા આગળ વધારવાની સાથે, રોજગારીની તકો ઊભી કરવા, સ્થાનિક અર્થતંત્રોને ટેકો આપવા અને ગુજરાત અને પશ્ચિમ ભારતમાં તેની હાજરીને મજબૂત બનાવવા પર ફોકસ કરી રહી છે.

Ajay’s Cafe વિશે માહિતી :

Ajay’s Cafe ની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. તે ભારતની સૌથી ઝડપથી વિકસતી શાકાહારી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇન્સમાંની એક છે, જે તમામ લોકો માટે ક્વોલિટી ફૂડને વ્યાજબી ભાવે અને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. Ajay’s ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત, આ બ્રાન્ડ ગુજરાતના નવસારી ખાતે તેના પ્રથમ આઉટલેટથી આજે અનેક શહેરોમાં ઝડપથી વિસ્તરતા કાફે નેટવર્કમાં વિકસી છે, જે લાખો ગ્રાહકોને તેની સિગ્નેચર કોલ્ડ કોફી, બર્ગર, પિઝા અને અન્ય લોકપ્રિય કાફે ઓફરિંગ સાથે સર્વિસ આપી રહી છે.

“હેપ્પી વાલી ફીલીંગ” ની ફિલસૂફી પર નિર્મિત, Ajay’s Cafe ની સ્થાપના અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે એક એવી લોકો-કેન્દ્રિત ફૂડ બ્રાન્ડ બનાવવાની કલ્પના કરી હતી, જેની ક્વોલિટી બેસ્ટ હોવા સાથે તે પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ હોય. અત્યાધુનિક 45,000 ચોરસ ફૂટ પ્રોડક્શન ફેસીલીટી અને ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા સમર્થિત, કંપની તેના ઉત્પાદનોમાં કડક ગુણવત્તા ધોરણો અને સુસંગતતા જાળવી રાખે છે. તેની મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ દરેક આઉટલેટ પર સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે, જેનાથી ગ્રાહકો દરેક મુલાકાત સાથે તાજા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખોરાકનો આનંદ માણી શકે છે.

Ajay’s Cafeનું મિશન સારું, સ્વાદિષ્ટ અને બધા માટે સુલભ ભોજન પીરસવાનું છે. આની સાથે જ, તે 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR ચેઇન બનવાનું વિઝન ધરાવે છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખવા સાથે નૈતિક વ્યવસાયિક પ્રથાઓ, સતત સુધારણા દ્વારા આ બ્રાન્ડ મૂલ્ય-આધારિત ફૂડ અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેની પહોંચનો વિસ્તાર કરવાનું જારી રાખે છે.

સફળ ફૂડ બ્રાન્ડ બનાવવા ઉપરાંત, Ajay’s Cafe એ એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવી છે, તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા 200+ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે તેમજ તેના ઓપરેશન્સ અને પાર્ટનર આઉટલેટ્સમાં લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારની તકો ઉભી કરી છે.

વધુ માહિતી માટે visit https://ajays.co.in/ ની વિઝીટ કરો.