Blog Post

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ ડૉ. આનંદીબેન પટેલે પ્રયાગરાજના પ્રતિનિધિમંડળ સાથે પારુલ યુનિવર્સિટીની મુલાકાત લીધી, શૈક્ષણિક જોડાણને મજબૂત કરવા પ્રયાગરાજની બે પ્રસિદ્ધ યુનિવર્સિટી સાથે પારુલ યુનિવર્સિટીના બે સમજૂતીકરાર

ઉત્તરપ્રદેશનાં: માનનીય રાજ્યપાલ ડૉ. આનંદીબેન પટેલે પ્રયાગરાજની યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથે શૈક્ષણિક જોડાણ અને ફળદાયક જોડાણ માટે પારુલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં માનનીય રાજ્યપાલ સાથે આવેલા પ્રતિનિધિમંડળની સાથે પ્રયાગરાજ વિસ્તારના શૈક્ષણિક વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ શિક્ષણની અન્ય પ્રસિદ્ધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. તેમણે પારુલ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે વિકાસ, શૈક્ષણિક રીતો અને જોડાણની સંભાવનાઓના વિવિધ પાસાં પર ચર્ચાવિચારણા કરી હતી.

આ મુલાકાતમાં પ્રતિનિધિઓએ યુનિવર્સિટીની સંશોધન અને વિકાસની સુવિધાઓ, શૈક્ષણિક માળખાગત સુવિધાઓ, વિદ્યાર્થીઓના વિકાસ સાથે સંબંધિત સેવાઓ તથા યુનિવર્સિટીની સંશોધન અને વિકાસની ઇકોસિસ્ટમ જોઈ હતી, જેમાં લક્ષ્ય 2047 : સેન્ટર ફોર ફ્યુચર સ્કિલ્સ અને પ્રજ્ઞા : એડવાન્સ્ડ સ્કિલ્સ એન્ડ સિમ્યુલેશન સેન્ટર. આ સંવાદમાંથી યુનિવર્સિટી સંકલિત શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા શૈક્ષણિક, સંશોધનાત્મક અને વ્યવહારિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ વચ્ચે કેવી રીતે સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે એ સમજવાની તક મળી હતી. તેમણે એ બદલાતી ભૂમિકાઓ પર પણ પ્રકાશ ફેંક્યો હતો, જેને યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નવા, ઝડપથી બદલાતા બજારમાં આગેકૂચ કરવા સજ્જ થવા અપનાવવાની જરૂર છે. સાથે સાથે, ઉચ્ચ શિક્ષણ સુધીની પહોંચ અને ગુણવત્તા એમ બંનેમાં સુધારો કરવાનો છે.

આ પ્રસંગે પારુલ યુનિવર્સિટી અને પ્રયાગરાજની બે પ્રસિદ્ધ યુનિવર્સિટી – ઉત્તરપ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી (યુપીઆરટીઓયુ) અને પ્રોફેસર રાજેન્દ્ર સિંહ (રજ્જુ ભૈયા) યુનિવર્સિટી (પીઆરએસયુ) વચ્ચે બે સમજૂતીકરાર (એમઓયુ) થયા હતા. આ સમજૂતીથી ઉચ્ચ શિક્ષણના વિવિધ ક્ષેત્રમાં યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાન, જાણકારીની વહેંચણી અને સંસ્થાગત જોડાણને પ્રોત્સાહન મળશે.

ઉત્તરપ્રદેશ રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટી (યુપીઆરટીઓયુ) સાથે સમજૂતીકરારનો ઉદ્દેશ સંયુક્તપણે સંશોધનાત્મક પહેલો, ફેકલ્ટીનું આદાનપ્રદાન અને વિકાસલક્ષી પ્રોગ્રામ, સંયુક્તપણે અભ્યાસક્રમની ડિઝાઇન અને સંયુક્ત અકાદમિક કાર્યક્રમના વિકાસ મારફતે એકેડેમિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે, જે નિયમનકારક મંજૂરીને આધિન છે. તેમાં શૈક્ષણિક સંસાધનોનું આદાનપ્રદાન, ઓપન એજ્યુકેશનલ રિસોર્સ (ઓઇઆર) અને મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી)ને પ્રોત્સાહન આપવું તથા ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગનો શ્રેષ્ઠ અનુભવ આપવા ટેકનોલોજીની વહેંચણી કરવાનું પણ સામેલ છે. આ જોડાણ શૈક્ષણિક પ્રસંગો, પ્રકાશનો અને કૌશલ્ય વિકાસ મારફતે બંને સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યો વચ્ચે સારી તકો આપવાનો પ્રયાસ કરે છે.

એ જ રીતે, પ્રોફેસર રાજેન્દ્ર સિંહ (રજ્જુ ભૈયા) યુનિવર્સિટી સાથે સમજૂતીકરારમાં સંશોધન અને વિકાસ, શૈક્ષણિક નવીનતા, ફેકલ્ટીનો વિકાસ, અભ્યાસક્રમનો વિકાસ અને જાણકારીની વહેંચણીની પ્રવૃત્તિઓમાં જોડાણ માટે માળખાનો વિચાર કરવામાં આવ્યો છે. આ જોડાણ સંયુક્તપણે શૈક્ષણિક કાર્યક્રમ, શૈક્ષણિક સામગ્રીના આદાનપ્રદાન, ટેકનોલોજી ધરાવતું શિક્ષણ, કૌશલ્ય વિકાસ માટેની વિવિધ પ્રવૃત્તિઓ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના સેમિનાર, કોન્ફરન્સ અને વર્કશોપમાં સામેલ થવાની તક આપે છે. બંને સમજૂતીકરારોનો પ્રારંભિક ગાળો પાંચ વર્ષનો છે અને પરસ્પર સંમતિથી આગળ શૈક્ષણિક અને સંસ્થાગત પ્રવૃત્તિઓ માટે ગુંજાશ આપે છે.

માનનીય રાજ્યપાલ, યુનિવર્સિટીના પ્રતિનિધિઓ અને યુનિવર્સિટીના નેતૃત્વ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થઈ હતી, જેમાં ઉચ્ચ શિક્ષણનાં બદલાતાં વાતાવરણ અને સંસ્થાગત ભાગીદારીઓનાં મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રકારનાં જોડાણ યુનિવર્સિટીની શ્રેષ્ઠ રીતો વહેંચવા, નવા અકાદમિક માર્ગો શોધવા તથા વધારે સર્વસમાવેશક અને પ્રગતિશીલ શૈક્ષણિક ઇકોસિસ્ટમ ઊભી કરવા ખભેખભો મિલાવીને કામ કરવાની સારી તક આપે છે.

સમાજના વિકાસમાં શિક્ષણની ભૂમિકા પર ભાર મૂકીને ઉત્તરપ્રદેશના માનનીય રાજ્યપાલ ડૉ. આનંદીબેન પટેલે કહ્યું હતું, “શિક્ષણ એક પ્રગતિશીલ સમાજના સૌથી મજબૂત પાયામાંથી એક છે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ જ્ઞાનની વહેંચણી કરે છે, અનુભવોનું આદાનપ્રદાન કરે છે અને જોડાણ માટેની તકો ઊભી કરે છે, ત્યારે તેઓ અકાદામિક વૃદ્ધિની સાથે ભવિષ્યની પેઢીઓના વિકાસમાં પણ પ્રદાન કરે છે.”

આ મુલાકાત અને બંને સંસ્થાગત જોડાણો અકાદમિક સંબંધોને મજબૂત કરવા એક આવશ્યક પગલું છે. આ જોડાણ સંસ્થાગત અનુભવ, સંશોધનક્ષમતા અને શૈક્ષણિક પહેલને એકમંચ પર લાવશે, જે ભારતમાં ઉચ્ચ શિક્ષણનાં ભવિષ્યને દિશા આપવા મળીને કામ કરવાની રીતોનાં વધતાં મહત્વને દર્શાવે છે.