વડોદરા: પ્રીમિયમ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સને કિફાયતી કિંમતે ગ્રાહકો સુધી પહોંચાડતા અને ઝડપથી આગળ વધી રહેલ રિટેલ અને બી ટુ બી પ્લેટફોર્મ બ્રાન્ડેડ ફેક્ટરી દ્વારા 23 મે 2026, શનિવારના રોજ વડોદરામાં ગુજરાતના સૌથી મોટા બ્રાન્ડેડ ફેક્ટરી રિટેલ આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મેગા લોન્ચ અને વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ, બિઝનેસ મેન્ટર તથા બડા બિઝનેસના સ્થાપક અને સીઈઓ ડૉ વિવેક બિન્દ્રાએ શેરહોલ્ડર તરીકે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી. આ પ્રસંગે અભિનેતા અને ઉદ્યોગપતિ વિવેક ઓબેરોય સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ હાજર રહી.
બારોડા સ્ક્વેર, બી પી સી રોડ, અલ્કાપુરી સ્થિત આ મેગા આઉટલેટ એક લાખથી વધુ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં ગ્રાહકો માટે એક લાખથી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ફેશન, એક્સેસરીઝ, લાઇફસ્ટાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક કેટેગરીઝમાં ઉપલબ્ધ આ આઉટલેટ ગુજરાતના સૌથી મોટા વેલ્યુ-ડ્રિવન શોપિંગ ડેસ્ટિનેશન્સમાંનું એક માનવામાં આવી રહ્યું છે.
20 વર્ષથી વધુના હોલસેલ વિતરણના અનુભવ અને 150થી વધુ મુખ્ય બ્રાન્ડ્સ સાથેની મજબૂત ભાગીદારી દ્વારા બ્રાન્ડેડ ફેક્ટરી ગ્રાહકોને મોટા પાયે પ્રીમિયમ શોપિંગ અનુભવ આપવાની દિશામાં કાર્યરત છે. લોન્ચ પ્રસંગે વિવિધ કેટેગરીઝમાં 50 ટકાથી 90 ટકા સુધીના આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યા હતા, જેના કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
ખાસ રીતે તૈયાર કરાયેલા આ એક્સપિરિયન્સિયલ રિટેલ ડેસ્ટિનેશનનો ઉદ્દેશ ગ્રાહકો અને રિટેલર્સને એક જ છત નીચે પ્રીમિયમ ફેશન અને લાઇફસ્ટાઇલ શોપિંગનો આધુનિક અનુભવ આપવાનો છે. લોન્ચ દરમિયાન વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રાહકો, રિટેલર્સ અને બિઝનેસ વિઝિટર્સ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે ડૉ વિવેક બિન્દ્રાએ જણાવ્યું કે ભારતનું રિટેલ સેક્ટર ઝડપથી બદલાઈ રહ્યું છે અને આજનો ગ્રાહક ગુણવત્તા સાથે વધુ વેલ્યુ પણ ઇચ્છે છે. બ્રાન્ડેડ ફેક્ટરીનું વિઝન ભારતમાં વેલ્યુ-ડ્રિવન રિટેલના ભવિષ્યને દર્શાવે છે. અમારી ભાગીદારીનો હેતુ માત્ર વિસ્તરણ પૂરતો નથી, પરંતુ સ્ટ્રક્ચર્ડ ગ્રોથ, સ્કેલેબિલિટી અને મજબૂત બિઝનેસ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો પણ છે. બડા બિઝનેસ હંમેશા એવા ભારતીય વ્યવસાયોનું માર્ગદર્શન કરતું આવ્યું છે, જેઓ પાસે મજબૂત એક્ઝિક્યુશન ક્ષમતા છે અને તેમને યોગ્ય દિશા તથા વૃદ્ધિનો માહોલ આપી મોટા પાયે આગળ વધારવાનો પ્રયાસ કરે છે.
બ્રાન્ડેડ ફેક્ટરીના ડિરેક્ટર શ્રી બસંત ગાંધી એ જણાવ્યું કે અમારો ઉદ્દેશ માત્ર રિટેલ આઉટલેટ બનાવવાનો નથી, પરંતુ ગ્રાહકો અને રિટેલર્સ માટે સંપૂર્ણ શોપિંગ અનુભવ તૈયાર કરવાનો છે. બડા બિઝનેસ અને ડૉ વિવેક બિન્દ્રાના માર્ગદર્શનથી અમારું એક્સપાન્શન વિઝન અને સ્કેલેબિલિટી અભિગમ વધુ મજબૂત બન્યો છે. વડોદરા લોન્ચ અમારા માટે મહત્વપૂર્ણ પડાવ છે, જેના માધ્યમથી અમે આધુનિક, કિફાયતી અને મોટા પાયે રિટેલ ઇકોસિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ.
આ પ્રસંગે નિઆ શર્મા (અભિનેત્રી અને મોડલ), કશિશ કપૂર (બિગ બોસ ફેમ) અને પારસ કાલનાવત, જેમને લોકપ્રિય ટીવી શો અનુપમાથી વિશેષ ઓળખ મળી છે, તેમણે પણ હાજરી આપી હતી. ઉપરાંત અનેક જાણીતા ક્રિએટર્સ, ડિજિટલ ઇન્ફ્લુએન્સર્સ અને સોશિયલ મીડિયા પર્સનાલિટીઝ પણ આ લોન્ચનો ભાગ બન્યા, જેના કારણે આ કાર્યક્રમ ક્ષેત્રના સૌથી ચર્ચિત રિટેલ લોન્ચ ઇવેન્ટ્સમાં સામેલ થયો છે.
બ્રાન્ડેડ ફેક્ટરીએ વડોદરા આઉટલેટને મળેલા ઉત્તમ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આશા વ્યક્ત કરી છે કે આ ગુજરાતના મુખ્ય વેલ્યુ-ડ્રિવન શોપિંગ ડેસ્ટિનેશન્સમાં સ્થાન મેળવશે. સાથે જ કંપનીએ ભારતભરમાં વિસ્તરણની યોજનાઓ પણ જાહેર કરી છે, જેમાં આગામી સમયમાં નવા આઉટલેટ્સ અને ફ્રેન્ચાઇઝી આધારિત વિસ્તરણ મોડલ દ્વારા દેશભરમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
