સુરત: સુરતના ભેદવાડ, પાંડેસરા વિસ્તારમાં ગઇકાલે ‘શિવ-ભીમ મહોત્સવ’નું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સાહના રંગે રંગાયો હતો.
આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયેલા તમામ નવનિર્વાચિત નગરસેવકોનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતીય રેલવેના PAC મેમ્બર શ્રી છોટુભાઈ પાટીલ હાજર રહ્યા હતા.
સાથે જ, આ કાર્યક્રમના અધ્યક્ષ સુરત મહાનગરપાલિકાના માજી નગરસેવિકા માનનીય લીલાબેન ભાઈદાસભાઈ સોનવણે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમ દરમિયાન સુપ્રસિદ્ધ ગાયક રાહુલ સાઠે દ્વારા રજૂ કરવામાં આવેલા શિવભીમ ગીતો અને દેશભક્તિના ગીતોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મહોત્સવનું સુંદર આયોજન દલિત સમાજના નેતા કુણાલ ભાઈદાસ સોનવણે અને ‘ભીમ સંઘર્ષ મિત્ર મંડળ’ (દરગાહ, ભેદવાડ) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક સમિતિ અને સ્થાનિક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
