Blog Post

એસ્કોલાઇટ (Ascolite) દ્વારા સુરતમાં પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન: સિસ્ટમ-આધારિત કન્સ્ટ્રક્શન પર આપ્યો વિશેષ ભાર

ગુજરાત, જાન્યુઆરી 2026 : બિલ્ડિંગ મટિરિયલ્સ અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સના ઉત્પાદન ક્ષેત્રે ભારતની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી એસ્કોલાઇટે સુરતમાં તેના પ્રથમ અત્યાધુનિક ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. ઇમર્સિવ નોલેજ એન્ડ એન્ગેજમેન્ટ હબ તરીકે કલ્પના કરવામાં આવેલું આ સેન્ટર, સિસ્ટમ-આધારિત બાંધકામને પ્રોત્સાહન આપવા અને આધુનિક ઇન્સ્ટોલેશન સોલ્યુશન્સ પાછળ રહેલા વિજ્ઞાન વિશે ઉદ્યોગ જગતની સમજને વધુ મજબૂત કરવા પ્રત્યેની એસ્કોલાઇટની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
આ લોન્ચિંગ પ્રસંગે એસ્કોલાઇટના સીઓઓ શ્રી નિતિન લાલવાણીએ જણાવ્યું હતું કે, “એસ્કોલાઇટમાં અમે હંમેશા માનતા આવ્યા છીએ કે બિલ્ડીંગની ગુણવત્તા માત્ર બહારથી દેખાતી વસ્તુઓ પર જ નહીં, પરંતુ તેની સપાટીની નીચે કાર્યરત સિસ્ટમ્સ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. સુરતમાં અમારા ડિસ્પ્લે સેન્ટરનું ઉદઘાટન એ ઇન્સ્ટોલેશન સાયન્સ, સિસ્ટમ કોમ્પેટિબિલિટી અને કાર્યક્ષમતાના અમલીકરણ વિશે ઉદ્યોગ જગતની સમજને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. સ્ટેકહોલ્ડર્સ ઇન્ટિગ્રેટેડ કન્સ્ટ્રક્શન સિસ્ટમ કેવી રીતે એકસાથે કામ કરે છે તે જોઈ શકે, અનુભવી શકે અને શીખી શકે તે માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને, અમારો ઉદ્દેશ્ય ડિઝાઇનની કલ્પના અને જમીન સ્તરના અમલીકરણ વચ્ચેના અંતરને દૂર કરવાનો અને ભારતમાં વધુ ટકાઉ, કાર્યક્ષમ અને ભવિષ્ય માટે સજ્જ બિલ્ટ એન્વાયર્મેન્ટને ટેકો આપવાનો છે.”
અસ્વાની ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2012 થી માર્કેટ કરવામાં આવતી એસ્કોલાઇટ કંપનીએ બાંધકામ પ્રક્રિયાના એવા મહત્વપૂર્ણ 20 ટકા હિસ્સા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ઓનગ્રાઉન્ડ લગભગ 80 ટકા ચેલેન્જીસ માટે જવાબદાર હોય છે. જ્યારે આ ઉદ્યોગમાં મોટાભાગે હજુ પણ સ્ટ્રક્ચર અને સૌંદર્યલક્ષી બાબતોને જ પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે વોલિંગ, વોટરપ્રૂફિંગ, ટાઇલ અને સ્ટોન ઇન્સ્ટોલેશન તથા કન્સ્ટ્રક્શન કેમિકલ્સ ક્ષેત્રે એસ્કોલાઇટના ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ શ્રમિકો પરની નિર્ભરતા ઘટાડવા અને ટકાઉ તથા જવાબદાર બાંધકામ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

આ વિશાળ 6500 ચોરસ ફૂટમાં ફેલાયેલું ડિસ્પ્લે સેન્ટર એસ્કોલાઇટના 100 થી વધુ એસકેયુ (SKUs) ધરાવતા વિવિધ પ્રોડક્ટ પોર્ટફોલિયોના જીવંત ઇન્સ્ટોલેશનને એક મંચ પર લાવે છે, જે મુલાકાતીઓને વિવિધ ઘટકો કેવી રીતે એકસાથે મળીને ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતી અને ટકાઉ પ્રણાલીઓ બનાવે છે તેનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તૈયાર એપ્લિકેશન્સ પ્રદર્શિત કરવા ઉપરાંત, આ કેન્દ્ર મટિરિયલ સાયન્સ, એન્જિનિયરિંગ લોજિક અને ઇન્સ્ટોલેશનની કાર્યપદ્ધતિઓ વિશે ઊંડી ટેકનિકલ સમજ પૂરી પાડે છે, જે માત્ર ઝડપી બાંધકામ નહીં પણ ‘યોગ્ય બાંધકામ’ કરવાના એસ્કોલાઇટના ફિલોસોફીને વધુ મજબૂત બનાવે છે.

આ ફેસિલિટીનું એક મુખ્ય આકર્ષણ 50 બેઠકો ધરાવતું ખાસ નિર્મિત ઓડિટોરિયમ છે, જે ઉત્પાદનોની વિગતવાર ફિલ્મો, ટેકનિકલ નિદર્શન અને કેસ સ્ટડીઝ દર્શાવવા માટે સજ્જ છે. આ ઓડિટોરિયમની કલ્પના આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ, ચેનલ પાર્ટનર્સ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ માટે એક શૈક્ષણિક સ્થળ તરીકે કરવામાં આવી છે, જે વ્યવસ્થિત જ્ઞાન-વહેંચણી અને અર્થપૂર્ણ ટેકનિકલ સંવાદને સક્ષમ બનાવશે.

આ ડિસ્પ્લે સેન્ટર વિવિધ પ્રકારના બાંધકામ વાતાવરણમાં એસ્કોલાઇટની સિસ્ટમ્સના વાસ્તવિક ઉપયોગનું જીવંત પ્રદર્શન કરે છે. સંપૂર્ણ અને એન્ડ-ટુ-એન્ડ ઇન્સ્ટોલેશન્સ રજૂ કરીને, તે આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ અને ચેનલ પાર્ટનર્સને સિસ્ટમની સુસંગતતા, ઇન્સ્ટોલેશનનો ક્રમ અને કામગીરીના પરિણામો સમજવામાં મદદ કરે છે, જે ડિઝાઇન, સ્પેસિફિકેશન અને બાંધકામના અમલીકરણ અંગે વધુ સચોટ નિર્ણયો લેવામાં સક્ષમ બનાવે છે.

આ સેન્ટર આર્કિટેક્ટ્સ, ડેવલપર્સ, કોન્ટ્રાક્ટર્સ, ચેનલ પાર્ટનર્સ અને ઉદ્યોગના વ્યાવસાયિકો માટે એક કન્વર્જન્સ પોઈન્ટ તરીકે સેવા આપશે તેવી અપેક્ષા છે, જે પરસ્પર સહયોગ, શિક્ષણ અને સ્પેસિફિકેશન સંબંધિત સચોટ નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. જટિલ ઇન્સ્ટોલેશન સિસ્ટમ્સને વ્યવહારુ અને અનુભવ-આધારિત શિક્ષણમાં પરિવર્તિત કરીને, એસ્કોલાઇટનો ઉદ્દેશ્ય ડિઝાઇનની કલ્પના અને સાઇટ પરના વાસ્તવિક અમલીકરણ વચ્ચેના અંતરને દૂર કરવાનો છે.

આ ડિસ્પ્લે સેન્ટર એક સ્ટ્રેટેજિક નોલેજ સેન્ટર તરીકે કાર્ય કરે છે, જે ઓપન કોમ્યુનિકેશન અને કાયમી વ્યવસાયિક સંબંધોને એકસાથે લાવે છે. આ પ્રોજેક્ટ દર્શાવે છે કે એસ્કોલાઇટ ભારતની બાંધકામ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રી માટે એક સિસ્ટમ્સ પાર્ટનર તરીકે કામ કરે છે, જે ગુણવત્તા અને ટકાઉ શહેરી વિકાસ પર ભાર મૂકતા રાષ્ટ્રીય ધોરણો દ્વારા પ્રગતિ કરી રહી છે.

આ લોન્ચિંગ સાથે, એસ્કોલાઇટ એક એવી બ્રાન્ડ તરીકે પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે જે માત્ર ઉત્પાદનોના નિર્માણ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમને શિક્ષિત કરવા અને ભારતમાં ઇન્સ્ટોલેશન-આધારિત બાંધકામના ભવિષ્યને નવો આકાર આપવા માટે કાર્યરત છે