Blog Post

ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું ઉદઘાટન: એફિશિએન્સી, રો મટીરીઅલ્સ અને નવી ટેકનોલોજી અપનાવા પર ધ્યાન

ગાંધીનગર, 29 જાન્યુઆરી: ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026નું હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદઘાટન થયું હતું. આ વખતે એ સ્પષ્ટ જોવા મળ્યું કે ઉદ્યોગ હવે ઝડપી વિસ્તરણ કરતા વધુ એફિશિન્સી વધારવા, ખર્ચ કાબૂમાં લેવા અને સ્માર્ટ ટેક્નોલોજી ઇમ્પ્લિમેન્ટેશન તરફ આગળ વધી રહ્યો છે.

આ 3-દિવસીય B2B એક્ઝિબિશન, જે મેસે મૂંચેન ઈન્ડિયા અને યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો., લિ. દ્વારા સંયુક્ત રીતે આયોજિત છે, તેમાં 300થી વધુ લીડિંગ બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે. એક્ઝિબિટર્સમાં સીરામીક રો મટીરીઅલ્સ, મશીનરી, પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ અને સંબંધિત ટેક્નોલોજી શામેલ છે. આથી સ્પષ્ટ થાય છે કે હાલ ઉદ્યોગની ચર્ચાઓ મુખ્યત્વે કાર્યક્ષમતા સુધારવા, ઊર્જા ખર્ચ સંભાળવા અને કન્સિસ્ટન્ટ પ્રોડક્ટ ક્વોલિટી પર કેન્દ્રિત છે.
આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત રહી છે, જેમાં આઠ દેશો બેલ્જિયમ, બલ્ગેરિયા, ચીન, જર્મની, ઇટાલી, જાપાન, પોર્ટુગલ અને સ્લોવેનિયાના પ્રદર્શકો સામેલ છે. જર્મની અને ઇટાલી દ્વારા લાવવામાં આવેલા પેવિલિયન યુરોપિયન ટેક્નોલોજી સપ્લાયર્સના ભારત તરફના ઇંટ્રેસ્ટને સ્પષ્ટ દર્શાવે છે.

પ્રેસિડન્ટ – IMEA, અને CEO – મેસે મૂંચેન ઈન્ડિયા શ્રી ભૂપિંદર સિંહે જણાવ્યું હતું કે, “ઉદ્યોગ હવે એક શિસ્તબદ્ધ buying phaseમાં પ્રવેશી ગયો છે. ઉત્પાદકો નજર રાખી રહ્યા છે કે કઈ ટેકનોલોજી ઉર્જા, ખર્ચ અને આઉટપુટમાં માપી શકાય તેવો લાભ આપે છે.”

મોરબી સીરામીક એસોસિએશનના પ્રેસિડન્ટ (વોલ ટાઇલ્સ ડિવિઝન) હરેશભાઈ રામજીભાઈ બોપાલિયાએ જણાવ્યું હતું, “મોરબીની MSME યુનિટ્સ માટે આજે ટાઇલનો ખર્ચ ઘટાડવો અને નાણાંકીય જોખમ લીધા વિના સ્થિરતા લાવવી અનિવાર્ય છે. ઇન્ડિયન સેરેમિક્સ એશિયા 2026 ઉપયોગી છે કારણકે અહીંયા બતાવવામાં આવતી phased-upgrade માટેની ટેકનોલોજીસ ખૂબ ઉપયોગી છે. આથી મોરબીની કંપનીઓ જે સાવચેત અને ROI આધારિત અપગ્રેડ્સની યોજના બનાવી રહ્યા છે અને બીજી companies માટે પણ આ ટ્રેડફેર ઈમ્પોર્ટન્ટ છે.

2026 એડીશનનું મુખ્ય વિશેષતાઓમાં “ઇનોવેશન એક્સચેન્જ ફોરમ” શામેલ છે, જે “સિરામિક્સ ફોર ટુમોરો: સસ્ટેનેબલ, સ્માર્ટ, એન્ડ એડવાન્સ્ડ” થીમ પર આધારિત છે. તેમાં ઊર્જા વ્યવસ્થાપન, રો મટીરીઅલ્સ ઑપ્ટિમાઇઝેશન, ડિજિટલાઇઝેશન, વિકલ્પ ઇંધણ અને પર્યાવરણ સંબંધિત નિયમન જેવા વિષયો પર સત્રો યોજાય છે, જે હવે રોજિંદી કામગીરી માટે મહત્વપૂર્ણ બની ગયા છે. આ સાથે “લાઇવ ડેમોન્સ્ટ્રેશન એરિયા” પણ છે, જ્યાં મશીનરી અને પ્રોસેસિંગ ટેકનોલોજી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિમાં બતાવવામાં આવે છે, જેથી ખરીદદારો તે મશીનરીની કામગીરી અને યોગ્યતા આંકી શકે.

મેસ્સે મૂંચેનના ગ્લોબલ ઇન્ડસ્ટ્રી લીડરો રોબર્ટ સ્કોનબર્ગરે જણાવ્યું હતું કે નજીકના ગાળાના પડકારો હોવા છતાં ભારતનો સિરામિક્સ ઉદ્યોગ વૈશ્વિક સપ્લાયર્સનું ધ્યાન આકર્ષિત કરતો રહે છે. તેમણે કહ્યું, “ફોકસ હવે માત્ર ક્ષમતા વધારવા પૂરતો નથી રહ્યો. ઓટોમેશન, ડિજિટલ પ્રોસેસ કંટ્રોલ અને ઊર્જા ઑપ્ટિમાઇઝેશનમાં સ્પષ્ટ રસ છે. આ વિકાસ ભારતીય ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય માપદંડો નજીક લાવે છે અને વૈશ્વિક ટેકનોલોજી પ્રદાતાઓ માટે બજારને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બનાવે છે.”

યુનિફેર એક્ઝિબિશન સર્વિસ કો. લિ.ના જનરલ મેનેજર કેન વોંગે સોર્સિંગ સાથે જ્ઞાન વિનિમયનું મહત્વ વધતું હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, “ભારતીય કંપનીઓ હવે લાઇફ સાયકલ ખર્ચ, પ્રક્રિયા સ્થિરતા અને લાંબાગાળાના વળતર વિશે વધુ વિગતવાર પ્રશ્નો પૂછે છે. ઇનોવેશન એક્સચેન્જ ફોરમ અને લાઇવ ડેમો એરિયા જેવા પ્લેટફોર્મ ખાસ કરીને મધ્યમકદના ઉત્પાદકો માટે વધુ જાણકારીભર્યા અને સાવચેત રોકાણ નિર્ણયોને ટેકો આપે છે, ખાસ કરીને તેઓ માટે જે ધીમે ધીમે અપગ્રેડ્સ કરવાની યોજના બનાવી રહ્યા છે.”

ઘરેલું માંગ સ્થિર થતી જાય છે અને નિકાસ બજારો હજુ સિલેક્ટિવ છે ત્યારે ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2026 ઉદ્યોગના પરિવર્તનનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. અહીં ફોકસ એફિશિએન્સી, સસ્ટેનેબિલિટી અને માપી શકાય તેવા પરિણામો આપતી સ્માર્ટ ઉત્પાદન પર મજબૂતીથી કેન્દ્રિત છે.