● Sheta Exports એ ‘INSTAFOOD’ ની રજૂઆત કરી, જે ભારતીય ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડશે
● Sheta Exports દ્વારા કરાયું નવપરિવર્તન, ફ્રીઝ ડ્રાઈ કે પ્રિઝવેર્ટિવ નહીં પણ ઇઝી ટુ કૂકની શ્રેણીમાં આવે છે INSTAFOOD
● અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં લોકોને ભારતીય ભોજનની જરૂરિયાત પૂરી કરાશે
● દાળ – ભાત, દાળ ઢોકળી, કાજુ કરી, સોજી નો શીરો, રાજમા, સંભાર, દાળ ફ્રાય, પનીર ભુરજી અને ગુજરાતી દાળ જેવી 25થી વધુ વાનગીનો મળશે..
સુરત: વધુ અભ્યાસ માટે વિદેશ જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2024 સુધીમાં 18 લાખ સુધી પહોંચવાની તૈયારી છે, જ્યારે એનઆરઆઇની સંખ્યા 1.3 કરોડથી વધાર છે. ભારતમાં 46.75% વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. તેઓ ઘણી વખત આરોગ્યપ્રદ ભારતીય ખાદ્યચીજોના વિકલ્પોની અછતની સમસ્યાઓનો સામનો કરતા હોય છે અથવા કુકીંગ આવડતું નહિ હોવાને લીધે બહારનું ખાઈ ને તબિયત બગડે છે. આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરવા માટે, Sheta Exports ‘INSTAFOOD’ લઈને આવ્યું છે, જે ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડે છે જેથી કરીને વિશ્વભરના દરેકને ઘરે બનાવેલા સ્વાદિષ્ટ ઇન્ડિયન ભોજન પ્રાપ્ત થઇ શકે.
જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્થળાંતર (અભ્યાસ અથવા કામગીરી માટે) કરે અથવા કોઈ અન્ય શહેર અથવા દેશમાં મુસાફરી કરવાનું નક્કી કરે ત્યારે તેમના સ્વાસ્થ્ય સાથે ક્યારેય ચેડા ન થાય તેની ખાતરી કરવા માટે ‘INSTAFOOD’ તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને PG અને હોસ્ટેલ માં રહેતા યુવાનો નોકરી માટે એકલા રહેતા વ્યક્તિ માટે આ વરદાન છે. તેઓ દાળ – ભાત, દાળ ઢોકળી, સોજીનો શીરો, રાજમા, સંભાર, કાજુ કરી, દાળ ફ્રાય, પનીર ભુરજી અને ગુજરાતી દાળ જેવી 25થી વધુ વાનગીઓ ઓફર કરે છે. આ રેસિપીઓ એક ભારતીય મહિલા દ્વારા બનાવવામાં આવી છે, એક માતા કે જેમણે વિશિષ્ટ સ્વાદ સાથે સંપૂર્ણ પ્રોડક્ટ બનાવવાની શોધમાં ઘણા વર્ષોનું સંશોધન કર્યું છે.
‘INSTAFOOD’ એક ખૂબ જ પ્રતિસ્પર્ધી કિંમત ધરાવતી પ્રોડક્ટ લાઇન પણ રાખે છે, જેથી વિદ્યાર્થીઓ કિચન સેટઅપ વગર અને કોઈપણ કુકિંગ સ્કીલની જરૂર વગર તેમના બજેટને વધાર્યા વિના આરોગ્યપ્રદ ભોજન જમી શકે છે. ‘INSTAFOOD’ માં કોઈ પણ પ્રકારના કલરો અથવા પ્રિઝર્વેટિવ્સ નથી અને તેની શેલ્ફ લાઇફ 14 મહિના છે. ‘INSTAFOOD’ નેચરલ સોંરેસીસ થી ડ્રાય ફોર્મમાં લાવામાં આવે છે, આ પ્રક્રિયા એવી પણ ખાતરી આપે છે કે ખોરાક સલામત હોવાની સાથે સાથે તેનો મૂળ સ્વાદ, સ્વરૂપ અને પોષક મૂલ્ય જાળવી રહે, આ બધા પરિબળો છે જે તેને અન્ય રેડી-ટુ-ઈટ બ્રાન્ડ્સથી અલગ બનાવે છે. આ પ્રોડક્ટસ નો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી ને તેને ઝીપ લોક સુવિધા થી બંધ કરી ને તેનો પુનઃ ઉપયોગ કરવા માટે કરી શકાય છે. આ વિચાર એવી પ્રક્રિયાને દર્શાવે છે જેમાં બ્રાન્ડ્સની ઓફરોને ટેકવે માટે વ્યવહારુ વિકલ્પ બનાવવા માટે અમલમાં મૂકવામાં આવી છે.
અમારી પ્રોડક્ટોને Amazon, flipkart, Shopinstafood.com અને +૯૧૯૦૮૧૬૯૫૦૦૦ નંબર પર Whatsapp દ્વારા પણ ઓર્ડર કરી શકાય છે. અમારી પ્રોડક્ટો અને સેવાઓ વિશે વધુ જાણવા માટે વેબસાઇટ https://www.shopinstafood.com/ ની મુલાકાત લો. Amazon, flipkart, indiamart, Tradeindia પર પણ ઉપલબ્ધ છે