Blog Post

સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર: પ્રદુષણ મુક્ત ભવિષ્ય માટે એકતા

લેટ્સ ડુ ઈટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડોરમા કોર્પોરેશનના સહયોગથી 2 જુલાઈ, 2023 ના રોજ ગુજરાતના સંજાલી ગામમાં સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું .

આ પહેલ અંકલેશ્વરમાં સ્વચ્છતા અંગે પ્રવૃત્તિનું આયોજન કરવા માટેની હતી, જેમાં 200 થી વધુ લોકો સહભાગી થયા હતા. સફાઈ અભિયાનનો ઉદ્દેશ સંજાલી ગામ અને નજીકના વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને કચરાના ઉત્પાદન અને અસરકારક કચરા નિયંત્રણના પગલાં વિશે શિક્ષિત કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત સવારે 8:30 વાગ્યે થઈ હતી જેમાં ભાગીદાર  સંસ્થાના મિશન અને વિઝન અને પ્રાથમિક કાર્યસૂચિ વિશે માહિતી આપવામાં આવી હતી. શ્રી શુભમ એરી અને શ્રી સંયમ કુમાર (પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ) દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. અભિયાનમાં જોડાનારા દરેકને  ટી- શર્ટ્સ અને કેપ્સ આપવામાં આવ્યા હતા અને તેમને સફાઈ માટેની જરૂરી કિટ પણ આપવામાં આવી હતી,  જેમાં ફેસ માસ્ક, ગ્લોવ્સ અને ગાર્બેજ બેગનો સામેલ હતી. 

અભિયાનમાં જોડાયેલા તમામ લોકો દ્વારા 5Kms કરતાં વધુ વિસ્તારને આવરી લેતા ત્રણ કલાકથી વધુ સમય સુધી સફાઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

લેટ્સ ડુ ઈટ ઈન્ડિયા (LDII) એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેની સ્થાપના પ્રો. પંકજ ચૌધરીએ 2016માં કરી હતી. સમગ્ર દેશમાં 2.2 મિલિયન સક્રિય સ્વયંસેવકોના પ્રભાવશાળી નેટવર્ક સાથે, LDII પર્યાવરણીય સંરક્ષણ પર કેન્દ્રિત વિવિધ ઝુંબેશો અને પહેલો દ્વારા હકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા અને લોકો માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. આ પહેલોમાં શિક્ષણ, શાસન, આરોગ્ય અને સુખાકારી, સફાઈ પ્રવૃત્તિઓ, ટકાઉ પ્રવાસન પ્રમોશન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવા ક્ષેત્રોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.

ફાઉન્ડેશનનો હેતુ વિવિધ પ્રકારનો કચરો અને પાણી, જમીન અને હવાની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર કરતા વધતા પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવાનો છે.

LDIIનું અંતિમ ધ્યેય માત્ર ભારતને કચરો મુક્ત રાષ્ટ્ર બનાવવાનું નથી પણ જરૂરિયાતમંદ લોકો માટે રોજગારીની તકો ઉભી કરવાનો પણ છે. સ્વચ્છ પર્યાવરણને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોને વિશ્વભરના અસંખ્ય પ્રદેશોમાંથી સમર્થન મળ્યું છે.

સ્વચ્છ અંકલેશ્વર ગ્રીન અંકલેશ્વર એ ખાસ કરીને ગુજરાતના અંકલેશ્વર શહેરને લક્ષ્યાંકિત કરતું અભિયાન છે, જે પેટ્રોકેમિકલ ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

ભરૂચ જિલ્લાને અંકલેશ્વર સાથે જોડતી પ્રાથમિક જળસ્ત્રોત તરીકે સેવા આપતી  નર્મદા નદી અને વસ્તીની ગીચતા સાથે આ પ્રદેશ પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત થયો છે. પેટ્રોકેમિકલ ઉત્પાદનના કારણે નદીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે સ્થાનિક માછીમારોની આજીવિકા પર પ્રતિકૂળ અસર થઈ છે.

અંકલેશ્વરમાં સ્વચ્છતાના પ્રયાસોનો હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને બાળકો અને પુખ્ત વયના લોકોમાં નૈતિક મૂલ્યો જાળવવા અંગે જાગૃતિ લાવવાનો છે.

લેટ્સ ડુ ઈટ ઈન્ડિયાના ડાયરેક્ટર અને સફાઈ અભિયાનના સંયોજક પ્રદીપ કુમાર સિંઘ આપણા વિશ્વમાં પર્યાવરણીય જાગૃતિના મહત્વ પર ભાર મૂકે છે. ગેરકાયદેસર કચરો અને તેનાથી ઉત્પન્ન થતા અજાણ્યા રસાયણોની હાનિકારક અસરો સાથે તે સ્વચ્છ પર્યાવરણ હાંસલ કરવા માટે નિર્ણાયક પગલાં લેવાની હિમાયત કરે છે.

સંયમ કુમાર અને શુભમ એરી (પ્રોજેક્ટ કોઓર્ડિનેટર) શ્રી પ્રદીપ કુમાર સિંઘને આ અભિયાનના સફળ અમલીકરણમાં મદદ કરી રહ્યા છે.

કાર્યક્રમના અંતે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોએ આપણી ભાવિ પેઢીઓ માટે સ્વચ્છ અને વધુ સારું વિશ્વ બનાવવા માટે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ તરફ કામ કરવાની તેમની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

પ્રદીપ કુમાર સિંઘે લેટ્સ ડુ ઈટ ઈન્ડિયા ટીમ વતી આ અભિયાનને સફળ બનાવવા માટે અમૂલ્ય સહયોગ આપવા બદલ શ્રી બી.એસ. પટેલ (પ્રમુખ – પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન), પ્રોફેસર શ્રી ઉમંગ મોદી, શ્રી હર્ષ રામુભાઈ ભરવાડ, શ્રી એમ.એચ. વાધીર (એસએચઓ), શ્રી જતીન ગુલાટી,  શ્રી મોહમ્મદ લારા, શ્રી જતીન તલાટી (સચિવ – ગ્રામ પંચાયત), શ્રીમતી રમીલા બેન (આચાર્ય, સરકારી શાળા – અંકલેશ્વર), શ્રી આશિષ પટેલ (એચઆર હેડ – ઇન્દોરમા કોર્પોરેશન), શ્રી અંકિત વસાવા (સરપંચ) – બાકરોલ) અને શ્રી અનિલ શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો.