સુરત, 14 નવેમ્બર: સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ (BOP) સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની- કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેઇનબોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે. આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યૂએબલ એનર્જી રીવોલ્યૂશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે. નોંધનીય છે કે, એનએસસી પર બેલ સેરેમની વખતે શેર રૂ. 541.00 પર ખુલ્યો અને પહેલા સેશનમાં શેરનો ભાવ વધીને 544.90 પર પહોંચ્યો હતો.
સુરતમાં SEICCના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતિ આપી છે . કેપી એનર્જીની 2010માં શરૂઆતથી લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઊર્જા સોલ્યૂશન્સમાં શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને લેખાવે છે.
આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજીંગ ડાયરેક્ટર ડો. ફારુક જી. પટેલે જણાવ્યું હતું કે, “અમે NSE પર KP એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે; તે સ્વચ્છ ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે. તે અમારા ભાગીદારો, રોકાણકારો અને ગર્વમેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે. ”
NSE પર KP Energyનું આ લિસ્ટિંગ કંપનીની ઝડપી વૃદ્ધિને અનુરૂપ છે. કંપનીએ H1FY25 માટે ₹43.1 કરોડનો પ્રોફિટ આફટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો, જ્યારે વાર્ષિક ધોરણે 84% ની વૃદ્ધિ નોંધાવી હતી. આશરે 2 GW ની મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન સાથે, કંપની તેની કામગીરીને વિસ્તૃતિકરણ અને ભારતમાં રીન્યૂએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એક મજબૂત સ્થિતિમાં છે.
કેપી એનર્જીના વ્હોલ ટાઈમ ડાયરેક્ટર શ્રી અફફાન ફારૂક પટેલે તમામ સ્ટોકહોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું,કે “આ એનએસઈ પરનું લિસ્ટિંગ ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા રોકાણકારો અને ભાગીદારોએ અમારામાં મૂકેલા વિશ્વાસથી અમે સન્માનિત છીએ. અમે અમારા વચનો પૂરા કરવા, વૃદ્ધિને આગળ વધારવા અને બધા માટે સ્થાયી મૂલ્ય બનાવવાનું વચન આપીએ છીએ.”
કેપી એનર્જીના પોર્ટફોલિયોમાં આજની તારીખમાં 866 મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પૂરા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની 520+ મેગાવોટ પ્રોજેક્ટનું ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (O&M)પણ કરી છે. કંપની તેની નવીનીકરણીય ઉર્જા અસ્કયામતોનો મહત્તમ ઉપયોગ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન તકનીકોને અપનાવવામાં પણ અગ્રણી છે, જેમાં LIDAR ટેક્નોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (NOC)નો સમાવેશ થાય છે. KP એનર્જી આ નવા તબક્કામાં પ્રવેશ સાથે ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પરિવર્તનનું નેતૃત્વ કરવા તૈયાર છે. અમે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ક્લીન અને સસ્ટેનેબલ ઇકોલોજીકલ સિસ્ટમ તૈયાર કરવાની દેશની પ્રતિબદ્ધતામાં ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છીએ.
લિસ્ટિંગ સેરેમનીમાં કેપી ગ્રુપના બ્રાંડ એમ્બેસડર અને ટી-20 દિલ્હી કેપિટલના બોલિંગ કોચ મુનાફ પટેલ તેમજ બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત ગુજરાતના ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટર શ્રી મુકેશ પટેલે ખાસ હાજરી આપીને શુભેચ્છા આપી હતી.
વધુ માહિતી માટે, કૃપા કરીને kpenergy.in ની મુલાકાત લો અથવા info@kpenergy.in પર અમારો સંપર્ક કરો.
કેપી એનર્જી લિમિટેડ વિશે
વર્ષ 2010 માં સ્થપાયેલ, કેપી એનર્જી લિમિટેડ એ ગુજરાતમાં એક અગ્રણી BOP સોલ્યુશન પ્રોવાઇડર કંપની છે, જે સોલાર અને હાઇબ્રિડ(સોલાર-વિન્ડ) પ્રોજેક્ટ્સમાં વિશેષજ્ઞતા ધરાવે છે. કંપની યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. જેમાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, કમિશનિંગ અને ઓપરેશન્સમાં વ્યાપક એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ સામેલ છે. KP એનર્જી 25 ફેબ્રુઆરી 2016 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લિસ્ટેડ થઈ હતી અને બાદમાં 10 ઓક્ટોબર 2018 ના રોજ BSEના મેઈન બોર્ડમાં સ્થાનાંતરિત થઈ હતી. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ₹6.44 કરોડનું હતું. 5 નવેમ્બર, 2024 સુધીમાં, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹4,232 કરોડ છે અને કંપની 31 માર્ચ, 2024 સુધીમાં BSE પર સૂચિબદ્ધ ટોચની 1000 કંપનીઓમાં સામેલ થઈ ચુકી છે.
કેપી ગ્રુપ વિશે
ડૉ. ફારુક જી. પટેલ દ્વારા 1994માં સ્થપાયેલ કેપી ગ્રૂપ, ગુજરાતમાં અત્યંત પ્રતિષ્ઠિત સમૂહ બની ગયું છે. મૂળરૂપે લોજિસ્ટિક્સ કંપની તરીકે સ્થપાયેલ જૂથે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે, અને 1.37+ GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનું એકત્રિતપણે કમિશનિંગ હાંસલ કર્યું છે. ગ્રુપ પાસે 3.4 ગીગાવોટના પ્રોજેક્ટ હાથમાં છે અને વર્ષ 2030માં સુધી 10 ગીગાવોટ સુધીના લક્ષ્ય સાથે ગ્રુપ આગળ વધી રહ્યું છે.
30 વર્ષથી વધુની સફળતા સાથે, KP ગ્રુપ હવે 35થી વધુ કંપનીઓ ધરાવે છે, જેમાંથી દરેક તેના સ્થિર અને ગતિશીલ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છેલ્લા દાયકામાં, કેપી ગ્રુપે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઇઝિંગ, રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન) અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક ડાયવર્સિફિકેશન દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. જૂથની મુખ્ય સંસ્થાઓમાં કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (એનએસઈ-બીએસઈ લિસ્ટેડ), કેપી એનર્જી લિમિટેડ(બીએસઈ અને હવે એનએસઈ લિસ્ટેડ), કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ(બીએસઈ લિસ્ટેડ) અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. રિન્યુએબલ એનર્જીમાં તેના વિસ્તરણ દ્વારા, KP ગ્રૂપ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપી રહ્યું છે, જે સૌર અને પવન ઊર્જામાં દેશના ટકાઉ વિકાસના પ્રયાસો સાથે જોડાયેલું છે.